તરોતાજા બનવા માટે પીઓ બીટની લસ્સી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીટ દરેક ઋતુમાં મળી આવે છે જેમાં વિટામીન કેલ્શિયમ પ્રોટીન પોટેશિયમ વગેરે પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે, આયરન નો મુખ્ય સ્ત્રોત હોવાના કારણે તેનું સેવન કરવાથી શરીરમાં લોહીની કમી ઓછી થાય છે, સાથોસાથ લોહી સાફ કરી બીમારીઓથી બચવા માટે અને ચહેરા પર ચમક લાવવા માટે મદદ કરે છે, આમ તો તેનાથી ટીકી, પરાઠા સલાડ વગેરે બનાવ્યા જ હશે, પરંતુ આજે તમને બીટની લસ્સી બનાવવાની રેસીપી જણાવીશું કે જેના દ્વારા તમારો સાથે લાંબા ગાળા સુધી સારું રહેશે.

 

સામગ્રી

 

બીટ 2 નંગ

 

મધ 1 ટેબલસ્પૂન

 

બરફના ટુકડા ચાર નંગ

 

દહીં ૨ ટેબલ સ્પૂન

 

ખાંડ એક ટેબલસ્પૂન

 

સુકો મેવો અડધી ચમચી


બનાવવાની વિધિ

 

સૌપ્રથમ બીચ મેચ ધોઈ અને છોલી લો.

 

હવે તેના ટુકડા કાપી લો.

 

તેને મિક્સરમાં  તેમાં દહીં મધ ખાંડ અને બરફ નાખી અને પીસી લો.

 

તૈયાર મિશ્રણની અંદર સૂકોમેવો નાખો.

 

તમારી બીટની લસ્સી બની અને તૈયાર છે હવે તેને ગ્લાસમાં કાઢો અને સ્ટ્રો નાંખી અને સર્વ કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS