આમળાનો ગોળ નાખેલો મુરબ્બો ઘરે કઈ રીતે બનાવશો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ખાંડની ચાસણી તૈયાર આમળાના મુરબ્બા ને તો બધા બનાવી અને ખાતા હોય છે પરંતુ આજે તમને જે લોકો પરેજી પાળવામાં માનતા હોય તેમના માટે ગોળ નાખેલો આમળાનો મુરબ્બો બનાવતા શીખીશું.

 

સામગ્રી

 

આમળા 7  (250 ગ્રામ)

 

ગોળ 1.25 કપ (300 ગ્રામ)

 

લીંબુ - 1

 

વિધિ

 

આમણાને પાણીથી ધોઈને સૂકવી દો.

 

એક વાસણમાં બે કપ પાણી નાખી અને પકડવા માટે મૂકો પાણીને ઢાંકી દો અને પાણી માં આવે ત્યારે તેના ઉપર ચારણી  રાખી દો અને તેમાં આંબળા રાખી દો. આમળા ને ઢાંકી અને મધ્યમ તાપ પર  આઠ મિનિટ સુધી ચઢવા દો.

 

વરાળમાં ચઢ્યા બાદ આમળા નરમ પડી જશે હવે ગેસ બંધ કરી દો અને આમળાને કાઢી અને પ્લેટમાં રાખી દો જેથી જલ્દીથી ઠંડા પડી જાય બાદમાં આમળામાં કાંટાની મદદથી કાણા પાડો અને એરટાઈટ કન્ટેનરમાં નાખી દો આમળાને ઉપરથી ગોળ નાખી અને કન્ટેનર બંધ કરી દો. બે દિવસ તડકામાં રહેવા દો નહીં તો તમારા ઘરની અંદર જ રહેવા દો. ગોળ ઓગળી ગયા બાદ ચાસણી બની જશે.

 

બે દિવસ બાદ આમળાં માંથી સારો રસ નીકળી જશે અને ગોળની સરસ ચાસણી બની ગઈ હશે પરંતુ આ ચાસણી પાતળી હોય છે તેને ઘટ્ટ કરવા માટે કડાઈમાં આમળાને ચાસણી સહિત પાકવા માટે મૂકો અને ગોળની ચાસણીને થોડી ઘટ ન થાય ત્યાં સુધી પાકવા દો.

 

બાદમાં ચાસણીને ચેક કરી લો અને ચમચામાં ચાસણીને નાખો ત્યારબાદ ધીરે-ધીરે પડે તો ચાસણી  બાદમાં ચાસણીને ચેક કરી લો અને ચમચામાં ચાસણીને નાખો ત્યારબાદ ધીરે-ધીરે પડે તો ચાસણી ઘટ થઇ અને તૈયાર છે. ચાસણી ઘટ્ટ થવા માં પાંચ મિનિટનો સમય લાગે છે.

 

હવે મુરબ્બો તૈયાર છે તેને ઠંડુ થવા દો અને ઠંડા થયા બાદ તેમાં લીંબુનો રસ નાખી દો મુરબ્બો એક વાસણમાં કાઢી લો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS