વજન ઓછું કરતા બે આરોગ્યપ્રદ પીણાં બનાવવાની પદ્ધતિ જાણો.

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ઉનાળામાં ધાણાભાજી અને ફૂદીના થી બનેલી વસ્તુઓનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે, જેના સેવનથી ગરમીમાં રાહત મળવાની સાથે સાથે વજન ઓછું કરવામાં પણ ઉપયોગી થાય છે.જો તમે પણ પોતાના વજનને ઓછું કરવા માંગતા હોય અને વધારે વજનના કારણે ચિંતિત રહેતા હોય તો વજન ઓછું કરતા હોય તેવા આરોગ્યપ્રદ પીણાની બે રેસિપી તમને જણાવી દઈએ. જેના કારણે શરીર પર જમા થયેલી વધારાની ચરબી ઝડપથી ઓછી થઈ જશે સાથોસાથ દિવસ પર તમને તાજગી ભર્યો અનુભવ થશે

.

 1. ફુદીના અને કોથમીરનું જ્યુસ

 

એક વાટકીમાં ફુદીના અને કોથમીરના પાન ધોઈને રાખી મૂકો.

 

જેને મિક્સરમાં નાખી અને ગ્રાઈન્ડ કરો.

 

હવે તેમાં થોડું પાણી નાખી અને ચલાવો.

 

હવે તેમાં થોડું તીખા પાવડર અને લીંબુનો રસ નાંખી અને મિક્સ કરો.

 

તૈયાર જ્યૂસને ગાળી લો.

 

તેના નિયમિત સેવનથી શરીરમાંથી ગરમી દૂર થશે અને ઠંડકની અનુભૂતિ થશે અને સાથોસાથ વજન પણ ઓછું કરશે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.


2. કાકડી અને  ફુદીનાનું જ્યુસ

 

સૌથી પહેલા કાકડીના ટુકડા કરી લો.

 

મિક્સરમાં ફુદીનાના પાંદડાઓની પેસ્ટ તૈયાર કરો.

 

હવે એક ગ્લાસ પાણીમાં 3 ટેબલસ્પૂન કાકડી નાંખી અને મિક્સ કરો.

 

ત્યારબાદ 1 ટેબલ સ્પૂન આદુ નો રસ ફુદીનાની પેસ્ટ માં નાખો.

 

તૈયાર જ્યૂસમાં સ્વાદ અનુસાર સંચળ નાંખી અને મિક્સ કરો.

 

આ જ્યુસને સવારે ખાલી પેટે જ પીઓ.

 

ઔષધીય ગુણોથી ભરપૂર આ જ્યુસ શરીરને ફિટ અને ફાઇન રાખવા માટે મદદ કરે છે નિયમિતરૂપે તેનું સેવન કરવાથી વજન ઓછું થાય છે એવામાં શરીર સુડોળ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS