પંજાબમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ સામે બળવો

  • August 25, 2021 09:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબમાં મુખ્યમંત્રી અમરસિંહ નો ઝગડો નવજોત સિંહ સિદ્ધુ સાથે લાંબો ચાલ્યો હતો અને હવે તેમની સામે ૩૦ જેટલા ધારાસભ્યો મેદાને પડી ગયા છે અને બળવો થયો છે. પાંચથી છ જેટલા મંત્રીઓ રાજીનામા પણ આપી દેશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

બળવાખોરોએ મુખ્યમંત્રીને બદલવાની માગણી કરી છે અને ધારાસભ્યો આજે બપોરે રાજેન્દ્ર બાજવા ના ઘરે એકત્ર થયા હતા અને ત્યાં પોતાની રણનીતિ બનાવી હતી. મીડિયાને એવી માહિતી આપવામાં આવી છે કે તમામ બળવાખોરો કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળશે.

 

બાજવા ના ઘરે અંદાજે બે કલાક સુધી બળવાખોરોની બેઠક ચાલી હતી અને તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આજે જ એમનું પ્રતિનિધિમંડળ સોનિયા ગાંધીને મળવા માટે નવી દિલ્હી રવાના થઇ જશે.

 

બળવાખોર ધારાસભ્યો અને મંત્રીઓએ એમ કહ્યું છે કે ચૂંટણી આવી રહી છે ત્યારે પંજાબની જનતા સરકારથી નારાજ છે અને તેના કામથી જરા પણ ખુશ નથી ત્યારે હવે મુખ્યમંત્રીને બદલી નાખવાની જરૂર છે નહિતર પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે.

 

બેઠકમાં એવી ચર્ચા પણ કરવામાં આવી હતી કે કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા જે 18 સૂત્રી કાર્યક્રમ આપવામાં આવ્યો છે તે બારામાં કોઈ મોટા કામકાજ અત્યાર સુધી થયા નથી માટે જનતામાં નારાજગી છે. મુખ્યમંત્રીને બદલી નાખવાથી પંજાબમાં પાર્ટી મજબૂત બની જવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

 

નવજોત સિંહ સિદ્ધુ સાથેના ઝઘડા બાદ હવે ફરીવાર અમરિંદર સિંહ સામે બળવો થયો છે ત્યારે કોંગ્રેસ હાઈ કમાન્ડ માટે ફરી પાછી મુશ્કેલી ઊભી થઈ છે. બધાને રાજી રાખવાના પ્રયાસમાં પંજાબ કોંગ્રેસમાં વધુને વધુ ઝઘડા વધી રહ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021