સૌરાષ્ટ્ર્ર સહિત ગુજરાતમાં વરસાદની રિ–એન્ટ્રી: સમગ્ર રાજ્યમાં મેઘાવી માહોલ

  • July 10, 2021 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વલસાડ, અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, રાજકોટ, નવસારી ગીર સોમનાથ, જામનગર અને ડાંગ જિલ્લામાં સામાન્ય ઝાપટાથી અઢી ઈંચ વરસાદ

 


લાંબા સમયના વિરામ બાદ નૈઋત્યનું ચોમાસુ એકિટવેટ થયું છે અને સૌરાષ્ટ્ર્ર સહિત રાયના ૩૧ તાલુકાઓમાં મેઘરાજાએ રી–એન્ટ્રી કરી છે. સામાન્ય ઝાપટાંથી માંડી અઢી ઈંચ વરસાદ નોંધાયો છે રાયના મોટાભાગના વિસ્તારોમાં આકાશ માં વાદળો ધીમે–ધીમે જમાવટ કરી રહ્યા છે અને વરસાદી માહોલ બંધાઈ રહ્યો છે તે જોતાં આજથી વરસાદનો વ્યાપ અને માત્રા વધશે.

 


વરસાદનું સૌથી વધુ જોર વલસાડ જિલ્લામાં રહ્યું છે. તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે વલસાડ જિલ્લાના પારડી માં અઢી ઈંચ અઢી ઈંચ, વાપીમાં બે ઈંચ અને ઉમરગામમાં દોઢ ઈંચ વરસાદ થયો છે. ચોટીલામાં ગઈકાલે મેઘધનુષ જોવા મળ્યું હતું અને એક ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. ડાંગ અને નવસારી જિલ્લામાં મેઘાવી માહોલ બરાબર જામ્યો છે પરંતુ હજુ નોંધપાત્ર વરસાદ પડયો નથી.

 


સૌરાષ્ટ્ર્રમાં વરસાદનું સૌથી વધુ જોર અમરેલી જિલ્લામાં રહ્યું છે અમરેલીમાં સવા બે ઈંચ વરસાદ પડો છે યારે જિલ્લાના લીલીયા અને સાવરકુંડલામાં એક એક ઈંચ ખાંભામાં પોણો અને રાજુલામાં ઝાપટા પડા છે.

 


જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં અડધો ઈંચ પાણી પડું છે યારે જુનાગઢ માણાવદર અને વિસાવદરમાં સામાન્ય ઝાપટા પડયા છે. રાજકોટમાં ગઇકાલે બપોરે અમીછાંટણાં પડા બાદ રાત્રે ૮–૩૦ વાગ્યાની આસપાસ ઝાપટું પડયું હતું યારે લોધિકામાં નવ મીલીમીટર વરસાદ નોંધાયો છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા અને રાણાવાવ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં અને જામનગર જિલ્લાના જામજોધપુર માં સામાન્ય ઝાપટા પડા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS