કોરોનાને કાબુમાં લેવા રાજકોટમાં રાહુલ ગુપ્તાને ફરી સોપાયેલું સૂકાન

  • March 18, 2021 12:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બપોરે કલેકટર કચેરીમાં બેઠક: આજથી વેક્સિનેશન સેન્ટરો રાત્રે 9:30 વાગ્યા સુધી ચાલુ રહેશે



રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના કેસ સેનચુરી પાર કરી ગયા બાદ હવે તંત્ર મેદાનમાં આવ્યું છે ગઈકાલે લેવાયેલા નિર્ણય મુજબ રાજકોટના પૂર્વ કલેકટર રાહુલ ગુપ્તાને રાજકોટ જિલ્લામાં કોરોના કંટ્રોલ માટેની નોડલ ઓફિસર તરીકેની જવાબદારી સોપવામાં આવી છે અને આ સંદર્ભે આજે બપોરે કલેકટર કચેરી ખાતે મહાનગરપાલિકા જીલ્લા પંચાયત સિવિલ હોસ્પિટલ તંત્રવાહકો સાથેની આયોજન કરવામાં આવ્યું છે.

 


રાજકોટમાં ગઈકાલ રાત્રે 10 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં આવી ગયો છે કોરોના વેક્સિનેશન ડબલ કરવા માટેની રાજ્ય સરકારની સુચના અનુસંધાને આજથી તમામ વેક્સિનેશન સેન્ટર સાંજે છ વાગ્યાના બદલે રાત્રીના 09: 30 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત કોરોના વેકશીનેશન માટેના સેન્ટરોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. હાલ સમગ્ર રાજ્યમાં સરેરાશ રોજના દોઢ લાખ લોકોનું વેક્સિનેશન થાય છે તે વધારીને 3 લાખ કરવા સુચના આપવામાં આવી છે.

 


ગઈકાલે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના અદ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી અને તેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મુખ્ય સચિવ અનિલ મૂકીમ અગ્ર સચિવ કે. કૈલાશનાથન અધિક મુખ્ય સચિવ પંકજકુમાર મનોજકુમાર દાસ જયંતિ રવિ અંજુ શમર્િ સહિતનાઓ જોડાયા હતા. બાદમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમે તમામ જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરીને કોરોના સામેના જંગમાં લડવા માટે માર્ગદર્શન આપ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS