RCB ફોર્મમાં આવતા જ સામે આવી નવી મુસીબત, 2 બેસ્ટ ખેલાડીઓ નહિ રમી શકે આગામી મેચ

  • May 14, 2024 08:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સતત ખરાબ પ્રદર્શન બાદ બેંગલુરુ ફરી ફોર્મમાં આવી ગયું છે. ટીમ બેક ટુ બેક 5 મેચ જીતી હતી, પરંતુ હવે તેના માટે એક નવી સમસ્યા ઉભી થઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિસ્ફોટક બેટ્સમેન વિલ જેક્સ અને ફાસ્ટ બોલર રીસ ટોપલી તેમના દેશ ઈંગ્લેન્ડ પરત ફર્યા છે. RCB દ્વારા X પર એક વીડિયો જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

આરસીબીએ વીડિયો જાહેર કર્યો છે. આમાં ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ડ્રેસિંગ રૂમમાં બેઠા છે. બધાએ જેક્સ અને ટોપલી માટે તાળીઓ પાડી. બંનેએ ટીમ સાથેની પોતાની યાદો તાજી કરી હતી. વિલ જેક્સે આ સીઝનમાં આરસીબી માટે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 8 મેચમાં 32.86ની એવરેજથી 230 રન બનાવ્યા. તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. જોકે, રીસ ટોપલીનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. તેને 4 મેચમાં માત્ર 4 વિકેટ મળી હતી.

T20 વર્લ્ડ કપ 2024 પહેલા ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 4 મેચની T20 સિરીઝ રમાશે. આ સિરીઝ 22 મે થી 30 મે સુધી ચાલશે. ઈંગ્લેન્ડની ટીમમાં આઈપીએલ 2024માં રમી રહેલા મોઈન અલી (CSK), જોની બેયરસ્ટો (PBKS), સેમ કુરાન (PBKS) અને ફિલ સોલ્ટ (KKR)નો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ પણ આગામી થોડા દિવસોમાં ઈંગ્લેન્ડ પરત જઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application