જૂની નોટ અને સીક્કાની લે-વેચ પર RBIએ આપી ચેતવણી, છેતરપિંડી કરનારાથી થઈ જાવ સાવધાન

  • August 06, 2021 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ જૂના સિક્કા અને નોટોની ખરીદી અને વેચાણ અંગે બુધવારે લોકોને એક મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. RBIએ જણાવ્યું છે કે, 'કેટલાક લોકો છેતરપિંડી કરવા માટે ઓનલાઈન, ઓફલાઈન પ્લેટફોર્મ પર જૂની નોટ અને સિક્કા વેચવા માટે કેન્દ્રીય બેંકના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી, જૂના સિક્કાઓ અને નોટોની ખરીદી અને વેચાણ બાબતે આવા ઘણા કેસ  સામે આવ્યા છે. જેના કારણે RBIએ આ ચેતવણી આપી છે.

 

RBIએ ટ્વીટ કરીને લોકોને ચેતવણી આપી 

 

એક ટ્વીટમાં રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, 'ભારતીય રિઝર્વ બેંકના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક લોકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામ અને લોગોનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. અને જુની નોટ અને નોટોની આપ -લે કરવા માટે વિવિધ ઓનલાઇન, ઓફલાઇન પ્લેટફોર્મ નો ઉપીયોગ કરે છે. તે લોકો પાસે સિક્કાની લે-વેચ માટે કમિશન માંગે છે.'

 

રિઝર્વ બેંકે તેના નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે, 'તે આવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ નથી અને આવા વ્યવહારો માટે ક્યારેય કોઈ પાસેથી કોઈ ફી કે કમિશન માંગવામાં આવતું નથી.' બેંકે કહ્યું છે કે, 'તેણે આવી પ્રવૃત્તિઓ માટે કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિને કોઈપણ પ્રકારની અધિકૃતતા આપી નથી.'

 

RBIની કોઈ સાથે ડીલ નથી 

 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કોઈ પણ સંસ્થા, કંપની અથવા વ્યક્તિ વગેરેને આવા વ્યવહારો કરવા કે ફી અથવા કમિશન વસૂલવાનો અધિકાર આપ્યો નથી. ભારતીય રિઝર્વ બેંક સામાન્ય લોકોને સલાહ આપે છે કે તેઓ આવી છેતરપિંડી અને છેતરપિંડી કરનારા લોકોનો ભોગ ન બને.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021