EMI ભરવાનું ભારણ હળવું થશે, રેપોરેટમાં 0.40 ટકાનો ઘટાડો  : RBI ગવર્નર શક્તિકાંત દાસ

  • May 22, 2020 10:18 AM 597 views

 

આજે ફરી એકવાર રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કરી મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોનાના કારણે જે આર્થિક સંકટ સર્જાયું છે તેમાંથી બહાર આવવા માટે ભારત સક્ષમ છે. આજના સંબોધનમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે લોકડાઉનમાં આર્થિક ગતિવિધિ ધીમી પડી છે.  લોકડાઉન દરમિયાન વીજળી અને પેટ્રોલિયમની માંગ ઘટી છે. મોટા પ્રદેશોમાં ઉત્પાદન પણ ઘટ્યું છે. આ તમામ સ્થિતિને ધ્યાનમાં રાખી આરબીઆઈએ મહત્વના નિર્ણય લીધા છે. 


 

આ પહેલા 17 એપ્રિલે કોરોના સંકટ અને લોકડાઉનને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઈંડિયાએ અનેક રાહતોની જાહેરાત કરી હતી. અગાઉ રિવર્સ રેપો રેટમાં 25 બેસિસ પોઈંટનો ઘટાડો કરાયો હતો. રિવર્સ રેપો રેટ 4 ટકાથી ઘટાડી 3.75 ટકા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 27 માર્ચે ભારતીય રિઝર્વ બેન્કે કોરોનાના કારણે ટર્મ લોનની ઈએમઆઈની વસુલી ત્રણ મહિના સુધી ટાળવા બેન્કોને  અને નાણાનું ધીરાણ કરતી સંસ્થાઓને આદેશ કર્યો હતો.


આ સાથે જ આજે તેમણે જણાવ્યું હતું કે આરબીઆઈએ રેપોરેટમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો છે. આ કારણે રેપો રેટ 4.40 ટકાથી ઘટીને 4 ટકા થઈ જશે. જ્યારે રિવર્સ રેટ 3.75 ટકાથી ઘટાડી અને 3.35 ટકા કરવામાં આવ્યો છે..  તેમણે વધુમાં જણાવ્યું હતું કે બેન્કોને સસ્તા દરે આરબીઆઈ લોન આપશે. જેથી ખેતી અને ફૂડ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત તેમણે વધુ ત્રણ માસ માટે મોરેટોરિયમમાં પણ વધારો કર્યો છે. 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application