રવીન્દ્ર જાડેજા બન્યો 21મી સદીનો સૌથી બહુમુલ્ય ટેસ્ટ ખેલાડી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ટીમ ઇન્ડિયાના રવિન્દ્ર જાડેજાની ગણતરી વર્તમાન સમયમાં સૌથી સારા ઓલરાઉન્ડરમાં થાય છે,જાડેજાના રમતના ત્રણેય વિભાગ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ જ કારણે વિઝડન ઇન્ડિયાએ તેને ઘણું મોટું સન્માન આપ્યું છે. વિઝડન ઇન્ડિયાએ રવિન્દ્ર જાડેજાને 21મી સદીનો સૌથી મૂલ્યવાન ભારતીય ટેસ્ટ ખેલાડી તરીકે પસંદ કર્યો છે.

 

રવિન્દ્ર જાડેજાને આ સન્માન મળવું ઘણી મોટી વાત છે, કારણ કે તેનો મુકાબલો સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથે હતો. જાડેજાનું ટેસ્ટ ક્રિકેટમાં બોલિંગ, બેટિંગમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે અને આ માટે તેણે બાજી મારી છે.વિઝડન ઇન્ડિયા તરફથી મૂલ્યવાન ભારતીય ક્રિકેટરનું સન્માન મળ્યા પછી જાડેજાએ ટ્વિટ કરીને વિઝડન ઇન્ડિયાનો આભાર માન્યો હતો.


 જાડેજાએ ટ્વિટ કર્યું હતું કે મને મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર બનાવવા માટે આભાર વિઝડન ઇન્ડિયા. હું પોતાના બધા શુભચિંતકો, કોચ, પ્રશંસકોને સમર્થન આપવા માટે ધન્યવાદ આપવા માંગું છું. મારો ઉદ્દેશ્ય દેશ માટે સર્વશ્રેષ્ઠ આપવાનો છે. જય હિંદ.

 

રવિન્દ્ર જાડેજા વિઝડન ઇન્ડિયાનો સૌથી અનમોલ ખેલાડી બેટિંગઅને બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાના કારણે પસંદ થયો છે. જાડેજાની છેલ્લા ત્રણ વર્ષમાં ટેસ્ટમાં એવરેજ 40થી વધારે છે. 2017માં જાડેજાએ 41, 2018માં 45 અને 2019માં 62ની એવરેજથી રન બનાવ્યા છે.

 

જાડેજાએ છેલ્લા ચાર વર્ષમાં બોલિંગમાં પણ હરીફ ટીમોને પરેશાન કરી છે. 2016માં જાડેજાએ 9 મેચમાં 43, 2017માં 10 મેચમાં 54, 2018માં 5 મેચમાં 25 અને 2019માં 8 મેચમાં 21 વિકેટ ઝડપી છે. કોહલીએ પણ કેટલાક વર્ષોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે પણ જાડેજાએ બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય મોરચા પર કમાલ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS