કરોડોના દાન બાદ રતન ટાટાએ કર્યું એવું કામ કે લોકોએ કહ્યું... એક જ દિલ છે કેટલીવાર જીતશો ?

  • April 04, 2020 12:21 PM 1166 views

 

રતન ટાટા એવા ઉદ્યોગપતિઓમાંથી એક છે જે ધનાઢ્ય હોવાની સાથે લોકપ્રિય પણ છે. આ લોકપ્રિયતાનું કારણ તેમના લોકસેવાના કામો છે. આવા જ કામ તે હાલ કોરોના વાયરસની મહામારી વચ્ચે કરી રહ્યા છે. દેશ માટે 1500 કરોડનું દાન અને મદદ કરનાર રતન ટાટાએ વધુ એક એવું કામ કર્યું છે જેના કારણે લોકો કહી રહ્યા છે કે તેમના એક દિલને રતન ટાટા કેટલીવાર જીતશે ?

 

કોરોના વાયરસ સામેની ભારતની લડાઈમાં જે દર્દીઓને સ્વસ્થ્ય કરવા દિવસ રાત એક કરે છે તેવા ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને થેન્ક યૂ કહેવા માટે રતન ટાટાએ તેની વૈભવી હોટલના રુમ ખુલ્લા મુક્યા છે.  કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે ફરજ બજાવતા બીએમસીના તમામ તબીબો માટે તાજ હોટલ કોલાબા, તાજ લેન્ડ્સ બાંદ્રા ખાતે હોટલના વૈભવી રૂમ ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ કામ બદલે લોકો તેમનો આભાર માની રહ્યા છે. કેટલાક લોકો તેમના ફોટો ટ્વીટ પણ કરી રહ્યા છે. આ અંગેની ટ્ટિવ બોલિવૂડ એક્ટર વિંદૂ દારા સિંહ સહિતના દેશના દિગ્ગજો પણ કરી રહ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application