બિહારના એક ગામમાં ફસાઈ ગઈ છે અભિનેત્રી રતન રાજપૂત, જણાવી કેવી છે તેની હાલત

  • April 07, 2020 12:34 PM 726 views

 

દેશમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે તેવામાં અભિનેત્રી રતન રાજપૂતએ પોતાની હાલત અને વ્યથા વર્ણવી છે. જણાવી દઈએ કે રતન રાજપૂત લોકડાઉનના કારણે બિહારના એક ગામમાં ફસાઈ છે. અહીં તેની હાલત કેવી છે અને તે કેવી રીતે સમય પસાર કરે છે તે વાત તેણે જણાવી છે. તેણે કહ્યું હતું કે તે એવી જગ્યાએ છે જ્યાં એક જ એવી જગ્યા છે જ્યાં પાણી આવે છે અને તે છે બાથરુમ... તેણે બાથરુમનો ઉપયોગ બ્રશ કરવા, નહાવા, કપડા ધોવા અને સાથે વાસણ સાફ કરવા કરવો પડે છે. અહીં કોઈ અન્ય સુવિધા નથી તેમ છતાં તે અહીં રહે છે. 

 

રતનએ ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કેવી જગ્યામાં રહે છે અને શું કામ કરવું પડે છે તે જણાવ્યું છે. રતન તેના બે મિત્રો સાથે બિહારમાં એક પ્રોજેક્ટ માટે ગઈ હતી. તેવામાં લોકડાઉન જાહેર થતાં તેઓ ત્યાં જ અટકી ગયા છે. આ સ્થિતિમાં હોવા છતાં તે તેના ઘરે પરત ફરવાનું વિચારતી નથી અને લોકોને પણ અપીલ કરે છે કે તેઓ ઘરમાં જ સુરક્ષિત રહે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application