મને દવા પીવડાવી મારો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન થયો હતો : રશ્મી દેસાઈ

  • March 05, 2020 03:07 PM 949 views

રિયાલિટી શો બિગબોસ–૧૩ ખતમ થઈ ગયો છે પરંતુ શો સાથે જોડાયેલા તમામ સ્પર્ધકો કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. આવી જ કંઈક ચર્ચા અત્યારે ફાઈનલમાં ટોપ–૪માં જગ્યા બનાવનારી ગુજુ અભિનેત્રી રશ્મી દેસાઈની થઈ રહી છે. બિગબોસમાંથી પરત આવ્યા બાદ ગુજુ અભિનેત્રી રશ્મીએ અત્યતં ચોંકાવનારો ખુલાસો કર્યેા છે. રશ્મીને પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણા ખરાબ અનુભવો થયા હતાં. 

 

એક ઈન્ટરવ્યુમાં ગુજુ અભિનેત્રી રશ્મીએ કહ્યું કે તે કાસ્ટીંગ કાઉચનો શિકાર થતાં થતાં બચી ગઈ હતી. તેણે કહ્યું કે યારે તે ઓડિશન આપવા માટે ગઈ હતી અને ત્યાં બેથી અઢી કલાક રોકાઈ હતી અને ત્યાં રહેલી વ્યકિતએ બહત્પ કોશીષ કરી કે મારા ડ્રીન્કમાં નશીલો પદાર્થ ભેળવી ફાયદો ઉઠાવે. પરંતુ આ વાતની તેને ખબર પડી જતાં તે નીકળી ગઈ હતી. ઘેર આવીને મમ્મીને આ વિશે બધી વાત કરતાં તેના મમ્મીએ પેલા વ્યકિતની જોરદાર પીટાઈ કરી હતી.

 

ઈન્ટરવ્યુમાં રશ્મીએ કહ્યું કે યારે ૧૩ વર્ષ પહેલાં તે પોતાના કરિયરની શરૂઆત કરવા જઈ રહી હતી ત્યારે ઉંમરમાં તે નાની હતી અને સંપૂર્ણ રીતે નોન ફિલ્મી બેકગ્રાઉન્ડથી આવતી હતી. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈને ઓળખતી નહોતી. મને હજુ પણ યાદ છે કે એક વખત સૂરજ નામના એક શખસને મને કહ્યું હતું કે જો હું કાસ્ટીંગ કાઉચમાંથી પસાર નહીં થાય તો મને ઈન્ડસ્ટ્રીમાં કામ નહીં મળે. મને નથી ખબર કે અત્યારે તે કયાં છે. 

 

યારે પહેલી વખત અમે મળ્યો તો તેણે મને મારી તૈયારીઓ વિશે પૂછયું ત્યારે મને ખબર નહોતી કે તે શું કહેવા માગે છે. રશ્મી આગળ કહે છે કે એ પહેલો માણસ હતો જેણે મારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી હતી અને કોઈને કોઈ રીતે મને પ્રતાડિત કરવાનો પ્રયત્ન કર્યેા હતો. એક દિવસ તેણે મને ઓડિશન માટે બોલાવી અને હું અત્યતં ઉત્સાહ સાથે ત્યાં પહોંચી હતી. જો કે ત્યાં જઈને જોયું તો અમારા બન્ને સિવાય કોઈ નહોતું. ત્યાં કોઈ કેમેરો નહોતો અને તેણે બહુ કોશિશ કરી કે તે મારા ડ્રીન્કમાં નશીલી દવાઓ ભેળવીને મને બેહોશ કરી નાખે પરંતુ હું ડ્રીન્કનો ઈનકાર કરતી રહી હતી. હું ત્યાં બે–અઢી કલાક સુધી રોકાઈ હતી અને પછી કીમિયો કરીને ત્યાંથી નાસી છૂટી હતી.