રશ્મિ દેસાઈએ શેર કર્યા બોલ્ડ એન્ડ બ્યુટીફુલ ફોટો, કેપ્શનમાં લખી રસપ્રદ વાત

  • October 28, 2020 02:04 AM 641 views

અગાઉ ટીવી પર જબરદસ્ત નામ કમાવનાર અભિનેત્રી રશ્મિ દેસાઈએ પણ રિયાલિટી શો બિગ બોસમાં એવો ધડાકો કર્યો કે તેનું ફેન ફોલોઇંગ ઝડપથી વધ્યું છે. રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર પણ તેના ચાહકો સાથે જોડાયેલી રહેવા માટે ખૂબ જ એક્ટિવ રહે છે. જો કે બિગ બોસ શો પછી રશ્મિ દેસાઈની લાઈફસ્ટાઈલમાં જબરદસ્ત પરિવર્તન પણ જોવા મળે છે. રશ્મિ હવે પહેલા કરતા વધારે બોલ્ડર થઈ ગઈ છે. તે વાત તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી કહી શકાય છે.  

રશ્મિ દેસાઇએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનાં કેટલાક ખૂબ જ બોલ્ડ ફોટા શેર કર્યા છે. આ ફોટામાં રશ્મિ ખૂબ જ અલગ અવતારમાં જોવા મળી રહી છે. ફોટોમાં રશ્મિ દેસાઇએ સનફ્લાવર ટ્યુબ ટોપ અને થાઇ-હાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યું છે. ફોટામાં રશ્મિ ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.   

આ તસવીરોની સાથે રશ્મિ દેસાઇએ ખૂબ જ રસપ્રદ કેપ્શન પણ આપ્યું છે. ફોટાઓ શેર કરતી વખતે રશ્મિએ લખ્યું - 'તમારી દિશા તમારી ગતિ કરતા વધારે મહત્વની છે' ... રશ્મિએ આ ફોટોશૂટની બે તસવીરો શેર કરી છે અને આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application