રાફેલને લીધે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું : કહ્યું, હથિયારોની રેસ ઘાતક

  • July 31, 2020 11:07 AM 538 views

ભારતને રાફેલ લડાકુ વિમાન મળતાં જ પાકિસ્તાન ગિન્નાયું છે. અંબાલા એરફોર્સ સ્ટેશન પર રાફેલ જેટસના લેન્ડ થયાના ૨૪ કલાકની અંદર જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દુનિયાભરને અપીલ કરવાનું કરી દીધું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારત મોટાપાયા પર સૈન્ય ક્ષમતા પ્રા કરી રહ્યું છે અને તેનાથી દક્ષિણ એશિયામાં આર્મર્સ રેસ શ થઇ શકે છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના અધિકારી એ.ફાકી એ કહ્યું કે ભારતે રાફેલ જેટસ ખરીધા છે જે ન્યૂકિલઅર વેપન્સ પણ લઇ જઇ શકે છે. ભારત પોતાની જરિયાત કરતાં વધુ હથિયાર એકત્ર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ગ્લોબલ કોમ્યુનિટીએ ભારતના આ આમ્ર્સ બિલ્ડ–અપ પર હસ્તક્ષેપ કરવો જોઇએ.


એલઓસીની નજીક ગોળીબાર અને ટકરાવની વચ્ચે ભારત પહોંચેલા રાફેલે પાકિસ્તાન માટે બેચેની પેદા કરી દીધી છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્ર્રીય સમુદાયની સામે પહેલાં પણ ભારતની તરફથી હથિયારોના સંયોજન પર રોતું આવ્યું છે. તેનું કહેવું છેકે આ દક્ષિણ એશિયામાં રણનીતિક સ્થિરતાને ખરાબ રીતે પ્રભાવિત કરી રહ્યું છે.


રાફેલ લડાકુ વિમાન ચીન અને પાકિસ્તાનના બેવડા મોરચા પર સીધી લડાઇમાં નિર્ણાયક સાબિત તો થઇ શકે છે સાથો સાથ તે બિન પરંપરાગત રીતે પણ છુપાઇને યુદ્ધ કરી રહેલા દુશ્મનના ઘરમાં ઘૂસીને તેને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. પાંચ રાફેલનો પહેલો જથ્થો ૨૯ જુલાઇના રોજ હરિયાણાના અંબાલા એરબેઝ પર પહોંચી ચૂકયો છે. આ ભારત માટે સૌથી અગત્યનું મનાય છે. ભારતમાં આ પ્રવાહ બાદ પાકિસ્તાને હાયતોબા મચાવાનું શ કરી દીધું છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application