ભોપાલમાં કોરોના પીડિત પર દુષ્કર્મ: મહિલાનુ: મોત

  • May 14, 2021 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવિડ વોર્ડમાં જ મહિલા દર્દી પર વોર્ડ બોયે રેપ કર્યેા: મહિલા પર રેપ થયો હોવાની વાતથી પરિવાર એક મહિના સુધી અજાણ રહ્યો

 કોરોના મહામારીમાં પણ કેટલાક નફટ લોકો પોતાની વિકૃત માનસિકતામાંથી બહાર આવતા નથી. ભોપાલ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ એક મહિલા કોરોના દર્દી સાથે વોર્ડ બોયે બળાત્કાર કર્યેા હોવાની ચકચાકી ઘટના સામે આવી છે. બળાત્કાર બાદ મહિલાની તબિયત લથડતાં તેને વેન્ટિલેટર પર શિટ કરવી પડી હતી. બીજા જ દિવસે પીડિત મહિલાનું મોત થયું હતું. મહિલાના પરિવારજનો પહેલા ઘટનાથી અજાણ હતા અને તેઓ આને કુદરતી મૃત્યુ સમજી રહ્યા હતા. જો કે નિધન અગાઉ પીડિત મહિલાએ હોસ્પિટલમાં તૈનાત એક નર્સને સમગ્ર વાતથી વાકેફ કરી હતી.

 


પ્રા. વિગતો મુજબ આ ઘટના ૬ એપ્રિલની છે અને પોલીસે આ કેસમાં બળાત્કારનો ગુનો દાખલ કર્યેા છે. હોસ્પિટલ મેનેજમેન્ટ તેમજ પોલીસે બળાત્કારની ઘટના અંગે મૃતક મહિલાના પરિવારને જાણ કરી નહતી અને આરોપી વોર્ડબોયને જેલમાં ધકેલી દીધો હતો. થોડા દિવસો અગાઉ નસિગની એક વિધાર્થીનિએ પણ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.

 


હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત મહિલા દર્દી પર ચેકઅપના બહાને વોર્ડબોયે રેપ કર્યેા હતો. હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને આ માહિતી આપી હતી. હવે પ્રશ્ને એ ઉઠી રહ્યો છે કે, પોલીસ અને હોસ્પિટલ તંત્રએ શા માટે મૃતક મહિલાના પરિવારને રેપની જાળકારી આપી નહતી.

 


સૂત્રોના મતે તપાસ અધિકારી બનવારી લાલે જણાવ્યું હતું કે, તેઓ પીપીઈ કિટ પહેરીને મહિલાનું નિવેદન લેવા પહોંચ્યા હતા પરંતુ પીડિતાની તબિયત સારી ન હોવાથી તેનું નિવેદન લઈ શકાયું નહતું. આ સમગ્ર વિવાદમાં હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી કોઈ નિવેદન કરાયું નથી.

 


ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશના કેટલાક મોટા શહેરોમાં હોસ્પિટલમાં વોર્ડ બોયની વિકૃત હરકતને લીધે બદનામી થઈ રહી છે. અગાઉ ગ્વાલિયરમાં એક વોર્ડ બોયે હોસ્પિટલમાં રેપનો પ્રયાસ કર્યેા હતો. થોડા દિવસ અગાઉ ઈન્દોરમાં પણ વોર્ડ બોય વિદ્ધ છેડતિનો કેસ થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS