BREAKING NEWS

જામનગર નજીક પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ

  • June 29, 2026 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ

આરોપી ઢગા સામે ચોતરફથી ફીટકારની લાગણી : નરાધમને જરૂરી કાર્યવાહી બાદ જેલ હવાલે કરાયો 

જામનગર નજીક જીઆઇડીસી વિસ્તારમાં શ્રમીક પરિવારની પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે, દરમ્યાનમાં આરોપી નરાધમની પોલીસે અટકાયત કરીને જરૂ​​​​​​​રી કાર્યવાહી બાદ જેલ હવાલે કર્યો છે, આ બનાવ સામે આવતા નરાધમ સામે ચોતરફથી ફીટકારની લાગણી વરશી રહી છે. બીજી બાજુ પોલીસ દ્વાારા મજબુત પુરાવાઓ એકત્ર કરી મેડીકલ ચકાસણી સહિતની તપાસ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ જામનગર નજીક આવેલા ઔધોગીક ઝોન વિસ્તારમાં ૩૫ વર્ષના શખ્સને પરપ્રાંતીય શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળકી રખડતી ભટકતી હાલતમાં મળી આવી હતી આથી આરોપી બાળાને એકાંતમાં લઇ જઇ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. હવસખોરની હરકતની જાણ થતા સ્થાનીક લોકો એકત્ર થઇ ગયા હતા અને ભારે દેકારો બોલી ગયો હતો, દરમ્યાનમાં પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરીને નરાધમને ઝડપી લીધો હતો.

બીજી બાજુ પંચકોશી-બી પોલીસ દ્વારા તાકીદે દોડી જઇ બાળકીને તબીબી ચકાસણી અર્થે સરકારી હોસ્પીટલમાં મોકલી આપી હતી અને સમગ્ર મામલો બહાર આવતા તપાસ કરીને પીડીતાની માતાની ફરીયાદના આધારે આરોપી સામે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અટકમાં લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, નરાધમ સામે ચોતરફથી ફીટકારની લાગણી વરશી રહી છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલામાં જીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application