એક્ટર જેકી ભગનાની સહિત 9 વિરુદ્ધ મોડલ પર બળાત્કાર કરવાનો આરોપ, FIR નોંધાઈ

  • June 01, 2021 08:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈમાં એક મોડલે બોલિવૂડના પ્રખ્યાત એક્ટર જેકી ભગનાની જાણીતા ફોટોગ્રાફર કોલસ્ટન જૂલિયન સહિત 9 લોકો વિરુદ્ધ રેપ અને યૌન શોષણનો કેસ નોંધાવ્યો છે. મોડલે 9 લોકો વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં છેડતી, બળાત્કાર અને યૌન શોષણનો કેસ નોંધાવ્યો છે. 

 

મુંબઈ પોલીસને મોડલની ફરિયાદના આધારે આઈપીસીની કલમ 376, 354 હેઠળ કેસ નોંધાવ્યો છે. આ મામલે જે લોકોના નામ આરોપી તરીકે જે 9 લોકોના નામ સામે આવ્યા છે તેમાં જાણીતા એક્ટર પ્રોડ્યુસર જેકી ભગવાની, કોમર્શિયલ ફોટોગ્રાફર કોલસ્ટન જૂલિયન અને એક એંટરટેનમેંટ કંપનીના સંસ્થાપક અનિર્બાનનો સમાવેશ પણ થાય છે. 

 

પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી તપાસ શરુ કરી છે. જો કે આ કેસમાં બોલિવૂડના મોટા નામનો સમાવેશ થતા મામલો ચર્ચાસ્પદ બની ગયો છે. પોલીસ તમામની પુછપરછ કરશે અને શક્ય છે કે આ મામલે ધરપકડ પણ કરવામાં આવે. 

 

28 વર્ષીય મોડલે એફઆઈઆરમાં આરોપ લગાવ્યો છે કે વર્ષ 2014થી 2019 વચ્ચે આરોપીએ ફિલ્મમાં રોલ આપવાના નામે ઘણીવાર તેનું યૌન શોષણ કર્યું હતું. આ કારણે તે માનસિક આઘાતમાં સરી પડી હતી. 

 

એફઆઈઆરમાં જે 9 લોકોના નામ મોડલે લખાવ્યા છે તેમાં ફોટોગ્રાફર જૂલિયન, અનિર્બાન બ્લાહો, નિખિત કામતો, શીલ ગુપ્તા, અજીત ઠાકુર, અભિનેતા જેકી ભગનાની, ગુરુજ્યોત સિંહ, કૃષ્ણ કુમાર અને વિષ્ણુ ઈંદુરિકના નામનો સમાવેશ થાય છે. આ લોકોને તે સ્ટ્રગલ દરમિયાન અલગ અલગ સમયે મળી હતી જેમણે તેનું યૌન શોષણ કર્યું. આરોપ છે કે કોલસ્ટન જૂલિયનને તેની સાથે બળાત્કાર કર્યો હતો. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS