ગોંડલ શાકમાર્કેટના વેપારીના તોલમાપમાં ઘાલમેલ હોવાની રાવ

  • March 18, 2021 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ માંડવી ચોક પાસે આવેલ શાકમાર્કેટના વેપારીઓ તોલમાપમાં ધાલમેલ કરતાં હોવાથી મહિલાઓ સાથે જીભાજોડી થવાના બનાવો છાશવારે પ્રકાશમાં આવે છે તેમછતાં તંત્ર દ્વારા આવા વેપારીઓ સામે પગલાં ભરવામાં ન આવતાં ચચો નો વિષય બનવા પામ્યો છે આ બાબતે શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતી મહિલાઓએ પોતાનું નામ ન પ્રસિધ્ધ કરવાની શરતે જણાવ્યું હતું કે શાકમાર્કેટમાં શાકભાજી ખરીદી વેળાએ વેપારીઓ દ્વારા તોલમાપ માં ધાલમેલ કરી પુરા પૈસા દેતા હોવાછતાં તોલ પુરો ન આપતા હોવાથી જીભાજોડી થાય છે

આ ઉપરાંત વેપારીઓ દ્વારા એક કિલો નોજ આગ્રહ રાખી દાદાગીરી કરતાં હોય છે  મોટાભાગની મહિલાઓએ માંડવી ચોક શાકમાર્કેટમાં  ઘુમરા મારતા આવારા તત્વો મુંગા પશુઓને પણ છોડતા નથી તેઓ પશુઓને હેરાન કરે છે જેના કારણે પશુઓ ભૂરા યા થઈ દોડધામ કરે એટલે માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ જાય છે, આવા સમયે મહિલાઓના જીવ તાળવે ચોંટી જતા હોય છે તેમજ શાકભાજી ના ઠડા ની આગળ લારીઓ ઉભી રાખી દાદાગીરીથી ધંધો કરતાં અને તોલમાપ ઓછું આપતા વેપારીઓ સામે તવાઈ બોલાવી સીધા દોર કરવાની પણ તાતી જરૂરિયાત ઉભી થઈ છે  અનુકૂળતા ન હોય તો ફરજિયાત પણે શાકભાજી કિલો માજ લેવુ પડે છે આ અગાઉ  ગોંડલ શાકમાર્કેટ નો મુદ્દો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થવા પામ્યો હતો લોકોએ   વિગેરેમાં પોતાના મંતવ્યો રોષ સાથે વ્યક્ત કર્યા હતા તેમ છતાં તંત્ર દ્વારા પગલાં ભરવામાં લાજ કાઢતાં હોવાથી ઠડા આગળ લારી રાખી ધંધો કરતાં વેપારીઓ બેફામ બન્યા છે ત્યારે તોલમાપ અને લારીઓ ઉપર તવાઈ બોલાવશે તે આવનારો સમય બતાવશે ૫૦ ગ્રામથી તોલમાપ હોવા છતાં પરાણે કિલો નો આગ્રહ રાખતાં વેપારીઓ ને તંત્ર દ્વારા દંડ તોલ જપ્ત સહિતની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બનવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS