રણવીર સિંહની ફિલ્મ સર્કસ ડિસેમ્બરમાં થશે રિલીઝ, જાણો ક્યારે અને ક્યાં જોવા મળશે ફિલ્મ

  • June 30, 2021 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસની જ્યારથી ઘોષણા થઈ ત્યારથી જ  આ ફિલ્મ સતત ચર્ચામાં રહી છે. તેવામાં તાજેતરમાં જાણવા મળતી માહિતી મુજબ આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઈ શકે છે. જો કે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ આ દરમિયાન ફિલ્મના ડિજિટલ, સેટેલાઇટ અને થિયેટર રાઇટ્સ ડીલની પુષ્ટિ થયાની વાત સામે આવ્યા છે.

 

એક અહેવાલ અનુસાર રણવીર સિંહ સ્ટારર સર્કસ ફિલ્મ પહેલા થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મ ડિજિટલ માધ્યમ પર સિનેમાઘરોમાં રિલીઝ થયાના 28 દિવસની અંદર રજૂ થઈ શકે છે. એટલે કે જો સર્કસ 31 ડિસેમ્બર 2021 ના ​​રોજ રીલિઝ થાય છે, તો તે સ્પષ્ટ છે કે ચાહકો ઘરે બેસીને જાન્યુઆરીમાં ફિલ્મ જોઈ શકશે. રણવીરની આ નવી આવનારી ફિલ્મના ડિજિટલ રાઇટ્સ નેટફ્લિક્સે ખરીદ્યા છે. આ સાથે ફિલ્મના સેટેલાઇટ પ્રીમિયર માટે ડીલ ઝી નેટવર્ક સાથે કરવામાં આવી છે, તમને જણાવી દઈએ કે રોહિત સાથે આ ફિલ્મનું નિર્માણ રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અને ટીસીરીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

 

આ ફિલ્મ આ સુપરહિટ ફિલ્મ અંગુર મૂવીની રિમેક છે. અંગૂરમાં સંજીવ કુમાર, દેવેન વર્મા, મૌશ્મિ ચેટરજી, દિપ્તી નવલ અને ઇલા અરૂણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં.  આ ફિલ્મમાં રણવીર સિંહ, સંજીવ કુમાર અને વરૂણ શર્મા દેવેન વર્માની ભૂમિકામાં જોવા મળશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS