રણજી ટ્રોફી ક્રિકેટના દિગ્ગજ સ્પિનર રાજેન્દ્ર ગોયલનુ 77વર્ષની વયમાં નિધન

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 750 વિકેટ ઝડપનાર પૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર રાજેન્દ્ર ગોયલનું ઉંમર સંબંધિત બીમારીને લઇને રવિવારે નિધન થયું છે. તેઓ 77 વર્ષની ઉંમરના હતા.ગોયલ તેમની પાછળ પોતાના પરિવારમાં પત્ની અને પુત્રને વિલાપ કરતા છોડી ગયા છે. તેઓનું નિધન રવિવારે રાત્રે લગભગ સાડા આઠ કલાકે રોહતકમાં પોતાના નિવાસસ્થાન પર થયું હતું. છેલ્લા બે વર્ષથી તેઓ બીમાર હતા.

 

હરિયાણાના નરવાનામા 20 સપ્ટેમ્બર 1942માં જન્મેલા ગોયલ પોતાના પ્રથમ શ્રેણી કારકિર્દીમાં પટિયાલા હરિયાણા પંજાબ, દિલ્હી તથા ઉત્તર પ્રદેશ તરફથી રમી ચુક્યા છે. તેમણે 157 મેચોમાં 18.58  સરેરાશથી 750 વિકેટ ઝડપી હતી.

 


તેમના નામે રણજી ટ્રોફીમાં સૌથી વધારે 637 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયેલો છે. ભારતીય ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ રણવીરસિંહ મહિન્દ્રાએના ગોયલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

 

ગોયલ દેશના સૌથી શ્રેષ્ઠ ડાબા હાથના સ્પિનરોમાં સમાવેશ થતો હતો. પરંતુ તેઓ એવા સમયે ક્રિકેટ રમી રહ્યા હતા જ્યારે ભારતીય ટીમમાં ડાબા હાથના ખેલાડી સ્પિનર  બિશન સિંહ બેદીનો સિક્કો પડતો હતો.

 

બેદીના ભારતીય ટીમમાં રહેવાના કારણે ગોયલ ક્યારે પણ  ભારત તરફથી રમી શક્યા નહોતા. બેદીએ ગોયલને બીસીસીઆઈ પુરસ્કાર સમારંભમાં સીકે. નાયડુ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો હતો.

 


તેઓ 44 વર્ષ સુધી ક્રિકેટ રમ્યા હતા, તેઓએ પ્રથમ શ્રેણીમાં પોતાનું પદાર્પણ કપટિયાલા તરફથી ક્રિકેટ રમતા 23 ડિસેમ્બર 1958માં સર્વિસિઝની વિરુદ્ધ મેચમાં કર્યું હતું. તેમણે છેલ્લે પ્રથમ શ્રેણી હરિયાણા તરફથી રમતા 9 માર્ચ 1985 માં મેચ રમ્યો હતો, જે બોમ્બેની વિરુદ્ધ રમવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS