રાનીએ લોકડાઉન દરમિયાન યુવાન સ્ટ્રાઈકરને પ્રેરિત કર્યા, મિઝોરમની યુવા હોકી ખેલાડીએ કર્યા વખાણ

  • June 29, 2020 02:58 PM 163 views

 


ભારતીય મહિલા હોકી ટીમની યુવા સ્ટ્રાઈકર લાલરેમસીયામી એ જણાવ્યું છે કે કેપ્ટન રાની અને વાઈસ કેપ્ટન સવિતાએ કોરોનાવાયરસના કારણે લાગુ થયેલ લોકડાઉન દરમ્યાન મહિનાથી વધારે સમયમાં બેંગ્લોર થી સાયન્સ સેન્ટરમાં રોકાણ દરમિયાન ખેલાડીઓના મનોબળ મજબૂત બનાવ્યા હતા,

 

ભારતીય મહિલા ટીમ ની સૌથી યુવા સદસ્ય માંથી એક ખેલાડીએ રાની વિશે અને સવિતા વિશે જણાવ્યું હતું કે તેઓ ન હોત તો અમારા હોસ્ટેલમાં રૂમની અંદર રહેવુ મુશ્કેલ થઈ જાય તેઓએ મારું મનોબળ મજબૂત કરવામાં ઘણી મદદ કરી હતી.

 

મિઝોરમની આ ખેલાડીએ જણાવ્યું હતું કે સૌથી પહેલા જ્યારે માર્ચમાં લોક ડાઉન શરૂ થયું હતું ત્યારે પરિસ્થિતિ અંગે કોઈ ગંભીરતાની સમજ પડી રહી ન હતી, પરંતુ અમે નિયમોનો કડકાઇથી પાલન કર્યું હતું, ત્યાર બાદ ટીમના ડોક્ટરોમાંથી એક એ અમને કોરોનાની મહામારી વિશે જણાવ્યું હતું અને ખબર પડી કે કેટલી ગંભીર સમસ્યા છે.

 

તેને જણાવ્યું હતું કે સિનિયર ખેલાડીઓએ પણ અમારી સાથે વાતચીત કરી અને પૂછ્યું હતું કે તેઓને કોઇ સમસ્યા તો નથીને, અમને ઘરની કમી મહેસૂસ થવા દીધી ન હતી અને ભારતીય ટીમની સાથે પોતાનો ઓલમ્પિકના અનુભવો જણાવ્યા હતા કે અમને રમત રમવા માટે સતત પ્રેરણા મળી હતી.

 

હોકી ઇન્ડિયાએ એક મહિનાનો બ્રેક લઇ પછી ઘરે ફરેલી લાલરેમસીયમીના આ સમયે પોતાના શહેરમાં કોલસીબમા કોરેન્ટાઇનમાં રહી રહી છે, તેણીએ જણાવ્યું હતું કે મેં વિચાર્યું નહોતું કે જાવ, કારણ કે મિઝોરમમાં 21 દિવસ એકાંતમાં રહેવું જરૂરી હતું, પરંતુ ચાર મહિના પોતાની મા અને પરિવારથી અલગ રહી છું તેમને મળી નથી ત્યારે જુલાઈમાં બેંગલુર  ગયા બાદ ફોકસ હોકી પર રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application