રણધીર કપૂર કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં સારવાર માટે કરાયા દાખલ

  • April 30, 2021 07:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટર રણધીર કપૂર પણ કોરોના સંક્રમિત થયા છે. અભિનેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં 74 વર્ષીય રણધીર કપૂરની સારવાર ચાલી રહી છે અને તેની તબિયત સ્થિર છે. 

 

 

જણાવી દઈએ કે કપૂર પરિવાર દિવંગત રાજીવ કપૂરની સંપત્તિ વિવાદને લઈને રણધીર કપૂર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. રણધીર કપૂર અને રીમા જૈને રાજીવ કપૂરની સંપત્તિ પરના તેમના હક માટે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેના પર હાઈકોર્ટે બંનેને રાજીવ કપૂરના છૂટાછેડાના કાગળ રજૂ કરવા કહ્યું છે. આ દરમિયાન રણધીર કપૂર કોરોના સંક્રમિત થયા છે.  કપૂર પરિવારે એક વર્ષમાં જ તેમના 2 સ્ટાર ગુમાવ્યાં છે. ગયા વર્ષે 30 એપ્રિલે ઋષિ કપૂરનું અવસાન થયું હતું. જ્યારે આ વર્ષે 9 ફેબ્રુઆરીએ રાજીવ કપૂરનું અવસાન થયું.  

 

 

ગત માર્ચ મહિનામાં રણબીર કપૂરને પણ કોરોના ચેપ લાગ્યો હતો. તે પહેલા નીતુ કપૂર પણ કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે હવે રણધીર કપૂર કોરોના સંક્રમિત થયા છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS