કોરોનાથી રિકવર થઈ રણબીરે ઋષિ કપૂર માટે થયેલી પૂજામાં લીધો ભાગ

  • March 26, 2021 11:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર 11 મહિના પહેલા દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. ઋષિ કપૂરના અવસાન બાદ આજ સુધી નીતૂ કપૂર સહિત તેના પરીજનો આ દુ:ખને ભુલી શક્યા નથી. ઋષિ કપૂરના નિધનને 11 મહિના પૂર્ણ થવા પર કપૂર પરિવારમાં ખાસ પૂજા રાખવામાં આવી હતી. જેમાં રણબીર કપૂર અને બહેન રિદ્ધિમા જોવા મળ્યા હતા.

 

 

તાજેતરમાં જ રણબીર કપૂર કોરોનાગ્રસ્ત થયો હતો. તેવામાં આ પૂજામાં તેણે ભાગ લેતા સ્પષ્ટ થયું છે કે તે હવે સ્વસ્થ થઈ ચુક્યો છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ તેણે બહેન રિદ્ધિમા સાથે પિતા માટે રાખેલી પૂજામાં ભાગ લીધો હતો. આ ફોટો રિદ્ધિમાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, તમે હંમેશા અમને જોઈ રહ્યા છો અને અમે તમને યાદ કરી રહ્યા છીએ.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS