રણબીર કપૂરને નથી પસંદ આ અભિનેત્રીની ડ્રેસિંગ સેન્સ, પોતાની બહેનને કહ્યું આ એકદમ 'ખરાબ ટેસ્ટ' !

  • March 19, 2023 12:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર પિતરાઈ બહેન અને અભિનેત્રી કરીના કપૂરના ટોક શો વોટ વુમન વોન્ટમાં ગેસ્ટ તરીકે પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની પર્સનલથી લઈને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. શો દરમિયાન રણબીર કપૂરે ઉર્ફી જાવેદની ફેશન સ્ટાઈલ વિશે પણ વાત કરી હતી. અભિનેતાએ કહ્યું કે તેને ઉર્ફી જાવેદની ફેશન સેન્સ બિલકુલ પસંદ નથી.

શોના સેગમેન્ટમાં કરીના કપૂરે રણબીર કપૂરને ઘણા સેલેબ્સના ફોટોગ્રાફ્સ બતાવ્યા અને કહ્યું કે તમારે જણાવવું પડશે કે તેમની ફેશન સેન્સ સારી છે કે ખરાબ. તસવીરોમાં તમામ સ્ટાર્સના ચહેરા છુપાયેલા હતા. આ દરમિયાન કરીનાએ રણબીર કપૂરને ઉર્ફી જાવેદની તસવીર દેખાડી, પછી અભિનેતાએ પૂછ્યું, શું આ ઉર્ફી છે? જવાબમાં કરીનાએ હા પાડી.

આ પછી રણબીર કપૂર કહે છે, 'હું આ પ્રકારની ફેશનનો બહુ મોટો પ્રશંસક નથી, પરંતુ હું માનું છું કે આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં તમને તમારા પર વિશ્વાસ હોય તો ઠીક છે'. આ પછી કરીના પૂછે છે સારો ટેસ્ટ કે ખરાબ ટેસ્ટ? આના જવાબમાં અભિનેતા કહે છે, 'ખરાબ'. આ સિવાય રણબીર કપૂરે શોમાં પ્રિયંકા ચોપરાની ફેશન સેન્સની પ્રશંસા કરી હતી.

રણબીર કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ તુ જૂઠી મેં મક્કર બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. આમાં તેણે શ્રદ્ધા કપૂર સાથે કામ કર્યું છે. લવ રંજનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ લોકોને પસંદ આવી રહી છે. તે જ સમયે, હવે રણબીર કપૂર એનિમલ ફિલ્મમાં જોવા મળશે, જેનું નિર્દેશન કબીર સિંહ ફેમ સંદીપ રેડ્ડી વાંગા કરી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે સિનેમાઘરોમાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application