જિલ્લામાં રાત્રી કરફ્યુ ન હોવા છતાં 650 ટીમ મેદાનમાં ઉતારતા ડીડીઓ રાણાવસિયા

  • November 21, 2020 06:30 PM 639 views

રાત્રી કરફયુ માત્ર રાજકોટ શહેરી વિસ્તાર માટે મર્યિદિત છે આમ છતાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ વધે નહીં અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવે તે માટે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરી દ્વારા પ્લાનિંગ ઘડી કાઢવામાં આવ્યું છે અને 650 ટીમ મેદાનમાં ઉતારવામાં આવી છે.

 

જિલ્લા પંચાયતના સત્તાવાર સાધનોના જણાવાયા મુજબ અત્યાર સુધી 300 ટીમ જિલ્લામાં કાર્યરત હતી પરંતુ આજથી તેમાં વધારો કરીને 650 ટીમ બનાવવામાં આવી છે. મામલતદારો, પ્રાંત અધિકારીઓ, ડેપ્યુટી કલેકટરો, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ, પોલીસ ઈન્સ્પેકટર, સબ ઈન્સ્પેકટર સહિતનાઓનો આ ટીમમાં સમાવેશ કરાયો છે અને ગ્રામ્ય વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને લોકો માસ્ક પહેરે તે માટે સઘન ઝુંબેશ આજથી શ કરવામાં આવી છે.


નગરપાલિકા વિસ્તારની સાથોસાથ મોટી ગ્રામ પંચાયત કે તેવા શાપર-વેરાવળ, પડધરી, વીંછિયા, લોધીકા, વીરપુર, દેરડી કુંભાજી, સુલતાનપુર, તોરણિયા, મોટી મારડ, કોલીથડ, મોટી પાનેલીમાં પણ ખાસ ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.


આ ઉપરાંત સરકારી ઈન્ફ્રાસ્ટ્રકચરમાં અત્યાર સુધીમાં હોસ્પિટલમાં બેડ પુરેપુરા ભરાયેલા નથી પરંતુ હવે જો દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેને પહોંચી વળવા માટે સ્ટાફ અને દવા માટે અત્યારથી જ આયોજન ઘડવામાં આવી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application