રેમડેસિવીર થશે સસ્તા: સરકારે આયાત ડ્યુટી હટાવી

  • April 21, 2021 08:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ છૂટ 31 ઓક્ટોબર સુધી લાગુ રહેશે: ઇન્જેકશનની અછત પણ દુર થશેકોરોના મહામારી સમયે રેમડેસિવિર ઈન્જેક્શનની અછતના કારણે મચેલા હાહાકાર વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે એન્ટી વાયરલ દવા રેમડેસિવિર પર ઈમ્પોર્ટ ડ્યૂટી હટાવી છે.ગઈ મોડી રાતે બહાર પાડેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે દવાના નિમર્ણિ માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીની આયાત પર ડ્યૂટી હટાવવામાં આવી છે. સરકારનું આ પગલું ઘરેલુ ઉપલબ્ધતા વધારવા અને ઈન્જેક્શનના ખર્ચના ઓછા કરવામાં મદદ કરશે. કહેવાય છે કે તેનાથી ઈન્જેક્શનની અછત દૂર થશે. અત્રે જણાવવાનું કે રેમડેસિવિરનો ઉપયોગ હાલ કોવિડ-19 દર્દીઓની સારવાર માટે થાય છે.

 


કેન્દ્ર સરકારે મંગળવારે રેમડેસિવિર, તેના કાચા માલ અને એન્ટીવાયરલ દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાતી અન્ય સામગ્રી પર આયાત ડ્યૂટી માફ કરી છે. રાજસ્વ વિભાગ તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે કેન્દ્ર સરકારે જે વસ્તુઓ પર ડ્યૂટી માફ કરી છે તેમાં રેમડેસિવિરના નિમર્ણિમાં ઉપયોગમાં લેવાતી ફામર્સ્યિૂટિકલ સામગ્રી (એપીઆઈ), રેમડેસિવિર ઈન્જેક્શન અને બીટા સાઈક્લોડોડેક્સ્ટ્રિન સામેલ છે. ઈમ્પોર્ટ ડ્યૂટીમાં આ છૂટ 31 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.

 


કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરીને જણાવ્યું કે કોરોના વાયરસની સારવારમાં ખુબ જ ઉપયોગી ગણાતા રેમડેસિવિર ઈન્જેક્શનને બનાવવામાં ઉપોયગમાં લેવાતા કાચા માલની આયાત પર હવે કોઈ ડ્યૂટી વસૂલાશે નહીં. આ ઉપરાંત રેમડેસિવિર ઈન્જેક્શનની આયાતને પણ ડ્યૂટી ફ્રી કરાઈ છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આગામી 15 દિવસમાં એન્ટી વાયરલ દવા રેમડેસિવિરનું ઉત્પાદન બમણું કરાશે. માંડવિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક વીડિયો સંદેશમાં કહ્યું કે સરકાર દેશમાં રેમડેસિવિર ઈન્જેક્શનના ઉત્પાદનને વધારવા માટે અને ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

 


નોંધનીય છે કે એન્ટી વાયરલ દવા રેમડેસિવિરને લઈને અનેક રાજ્યોમાં ભારે અછત હોવાના અહેવાલ છે. એટલું જ નહીં ઈન્જેક્શનની કાળા બજારીના પણ સતત અહેવાલ આવી રહ્યા છે. આવામાં સરકારનો આ નિર્ણય ખુબ જ કારગર સાબિત થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે વર્તમાનમાં રેમડેસિવિરની 1,50,000 શીશીનું ઉત્પાદન પ્રતિ દિન થઈ રહ્યું છે અને આગામી 15 દિવસમાં ઉત્પાદન બમણુ કરીને 3 લાખ ડોઝ પ્રતિ દિન કરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application