રામાયણના ‘શ્રીરામ’ અરુણ ગોવિલ ભાજપમાં સામેલ, ચૂંટણી લડે એવી શક્યતા

  • March 19, 2021 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ પણ અરુણ ગોવિલને કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર આપી હતી

દેશના પાંચ રાજ્યો બંગાળ, તમિલનાડૂ, અસામ, કેરળ અને પોંડેચેરીમાં વિધાનસભા ચૂંટણી થનારી છે એવામાં શ્રીરામનું પાત્ર ભજવનારા અરુણ ગોવિલનું ભાજપમાં સામેલ થવુ ખાસ માનવામાં આવે છે. બીજેપીમાં સામેલ થયા પછી અરુણ ગોવિલ હવે પશ્ચિમ બંગાળમાં પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરી શકે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

 


ઉલ્લેખનીય છે કે, અરુણ ગોવિલને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી તેમની પાર્ટી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણીમાં ઉતારવા ઇચ્છતા હતા, પરંતુ એ સમયે અરુણ ગોવિલે રાજકારણમાં પ્રવેશને લઇને ઇનકાર કર્યો હતો. જોકે હવે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં સામેલ થયા પછી અરુણ ગોવિલ ચૂંટણી લડી શકે છે. જો આમ બને છે તો રામાનંદ સાગરની રામાયણના ત્રીજા કલાકાર પણ ભાજપ્ની ટિકિટ પર ચૂંટણી લડશે. આ પહેલા રામાયણમાં રાવણનું પાત્ર યાદગાર બનાવનારા અભિનેતા અરવિંદ ત્રિવેદી અને સીતાનું પાત્ર ભજવનારા દીપિકા ભાજપમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે.

 


અરવિંદ ત્રિવેદી વર્ષ 1919માં ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. એ સમયે તેમણે ગુજરાતના સાબરકાંઢાની સીટ પરથી ચૂંટણી લડી હતી, તેઓ સીટ જીતી ગયા હતા. આ સિવાય સીતાનું પવિત્ર ભજનારા દીપિકા ચિખલિયાએ પણ 1991માં ભાજપ્ની ટિકિટ પર ચૂંટણી લડી હતી. તેમણે વડોદરાથી ચૂંટણી લડી જીત્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS