જેની ઉડાડી હતી મજાક તે રામાયણએ તોડ્યા ટીઆરપીના રેકોર્ડ 

  • April 04, 2020 01:36 PM 6338 views

 

કોરોના વાયરસની જગં જીતવા માટે સરકાર તરફથી દેશમાં ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ વચ્ચે દૂરદર્શને ૮૦ના દાયકાની પોતાની ફેમસ સીરિયલ રામાયણ અને મહાભારતે પુન પ્રસારિત કરવાનો નિર્ણય લીધો હતો. જેના બાદ અનેક લોકોને પોતાની બાળપણની મેમરી તાજી થઈ. તો કેટલાક લોકોએ તેની મજા પણ ઉડાવી. 

 

હવે જાણવા મળ્યું છે કે, રામાયણે ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. રામાયણની ટક્કરમાં હાલ કોઈ પણ ટીવી શો નથી આવ્યો. આ શોની ટીઆરપી વિશે માહિતી આપતા ડીડી નેશનલના સીઈઓ શશી શેખરે ટિટ કરીને કહ્યું કે, મને  આ વાત જણાવતા આનદં થાય છે કે દૂરદર્શન પર પ્રસારિત થઈ રહેલા રામાયણ શો વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધીનો સૌથી વધુ ટીઆરપી જનરેટ કરતો હિન્દી જનરલ એન્ટરટેઈનમેન્ટ શો બન્યો છે. આ વાત તેમણે બાર્કના ડેટાના માધ્યમથી જણાવી છે. 

 

ઉલ્લેખનીય છે કે, ૯૦ના દાયકામાં ટીવી પર જોવા મળનાર આ શો યારે પણ આવતો હતો, ત્યારે લોકો કામધંધો છોડીને એકઠા થઈ જતા હતા. તે સમયે ઓછા લોકોના ઘરમાં ટીવી રહેતી હતી. જેના પણ ઘરમાં ટીવી હતી, તે ઘરમાં ભીડ એકઠી થઈ જતી હતી. શોની અસર એટલી હતી કે, લોકોએ રામ, લમણ અને સીતાનુ પાત્ર ભજવી રહેલા લોકોને હકીકતમાં ભગવાન માની લીધા હતા. તેઓ સ્ક્રીન પર આવે એટલે લોકો પગે લાગતા હતા. ટીવી પર ફુલહાર ચઢાવવામા આવતા હતા. એટલુ જ નહિ, લોકો ઘરમાં ચપ્પલ–જૂતા ઉતારીને ટીવી શો જોતા હતા. 

 

રામાયણમાં રામનુ પાત્ર અણ ગોવિલે ભજવ્યું હતું. લમણના રોલમાં સુનીલ લહેરી હતા. માતા સીતના પમાં દીપિકા ચીખલિયાએ લોકોનું મન જીતી લીધું હતું. હાલમાં જ આ તમામ કલાકાર કપિલ શર્માના શોમાં જોવા મળ્યા હતા. શો સાથે જોડાયેલ કિસ્સાઓને તેઓએ શેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સીરિયલે સમગ્ર ભારતમાં લોકપ્રિતયતાની ચરમસીમા પાર કરી હતી. આજે પણ તેની લોકપ્રિયતા યથાવત છે તે ટીઆરપીના આંકડા જણાવે છે.    
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application