હવે ટીવીનો જેન્ટલમેન એક્ટર બની ગયો સાઈકો કિલર

  • June 27, 2020 09:21 AM 997 views

ઝી ફાઈવની ક્રાઈમ–ડ્રામા સિરીઝ અભયની બીજી સીઝનમાં કૃણાલ ખેમુ સ્પેશ્યલ ટાસ્ક ઓફિસર અભય પ્રતાપસિંહના લીડ રોલમાં છે. અભય પ્રતાપસિંહ દરેક ફસ્ટ સીઝનના એપિસોડમાં નવા નવા ક્રિમીનલનો સામનો કરતો હતો પણ બીજી સીઝમાં ફકત એક માસ્ટર માઈન્ડ ક્રિમીનલ સાથે અભયનો પનારો પડશે જે બધા ક્રિમીનલનો બાપ છે. આ ક્રિમીનલ તરીકે ટીવી જગતનો લોકપ્રિય અભિનેતા રામ કપૂર જોવા મળશે. 

 

રામ કપૂરના ચાહકો તેને આ લોમાં જોઈને દગં રહી જવાના છે કારણ કે ટીવી પર રામ મોટા ભાગે જેન્ટલમેન કલાકાર તરીકે કામ કરે છે. રામકપૂરે અભય–૨નો પ્રોમો શેયર કરતાં લખ્યું કે ઈસ ચોર–પુલિસ કે ખેલ મેં એક નવા શૈતાન ઘૂસ ચૂકા હૈ, વો સબ સે અલગ હૈ ઔર ઈસલિયે સબ સે યાદા ખતરનાક. અભય–૨માં પોતાના રોલ વિશે રામ કપૂરે કહ્યું કે આ પ્રોમો તો ફકત એક ઝલક છે. મારું કેરેકટર એક વણઉકેલ્યા કોયડા જેવું છે જે દર્શકોને ચોંકાવી દેશે. મેં પહેલાં આવું પાત્ર કયારેય નથી ભજવ્યું અને એક વખતે તો હું પણ મને જોઈને ડરી ગયો હતો.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application