રામ ગોપાલ વર્માની લેસ્બિયન ક્રાઇમ સ્ટોરીએ લગાવી આગ, ટ્રેલરે મચાવી ધૂમ

  • May 16, 2021 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલીવુડના જાણિતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક રામ ગોપાલ વર્મા એકવાર ફરી ફિલ્મ 'ડેંઝરસ'ના કારણે ચર્ચામાં છે. તેમની ફિલ્મએ રિલીઝ  પહેલાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મમાં અપ્સરા રાની અને નૈના ગાંગુલી કપલના પમાં જોવા મળી રહ્યા છે,  બંનેએ ઘણા બોલ્ડ સીન આપ્યા છે. ફિલ્મ 'ડેંજરસ' ના ટ્રેલરને રિલીઝ કરતી વખતે જાણકારીમાં લખવામાં આવ્યું છે કે આ એક લેસ્બિયન ક્રાઇમ સ્ટોરી પર આધારિત ફિલ્મ છે.  આ ટ્રેલરના રિલીઝના ૨૪ કલાક બાદ જ મિલિયન્સ વ્યૂઝ પ્રા કરી લીધા છે. અત્યાર સુધી ટ્રેલરને ૯ લાખથી વધુ વાર જોવામાં આવ્યું છે.  ફિલ્મે ઇન્ટરનેટ પર રિલીઝ પહેલાં જ તહેલકો મચાવી દીધો છે. કારણ કે લેસ્બિયન ક્રાઇમ સ્ટોરીમાં જોવા મળનાર બંને અભિનેત્રીઓએ  પણ સુંદર રીતે પોતાનું પાત્ર ભજવ્યું છે. તેમાં જોવા મળનાર અભિનેત્રી નૈના ગાંગુલી આ પહેલાં વેબસીરીઝ 'ચરિત્રહીન'થી નામના મેળવી  ચૂકી છે. તેની સાથે સોંગ 'ખત્મ' ફેમ સાઉથ એકટ્રેસ અપ્સરા રાનીની કેમિસ્ટ્રી ગજબની લાગી રહી છે. બંનેએ તેમાં ખૂબ બોલ્ડ સીન્સ  આપ્યા છે. હાલ ફિલ્મની રિલીઝ ડેટ સાથે જોડાયેલી કોઇ જાણકારી આપવામાં આવી નથી. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS