માસ્ક ન પહેરવા બદલ રાખી સાવંતે એક વ્યક્તિને સંભળાવી ખરી ખોટી 

  • April 07, 2021 10:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'બિગ બોસ 14'માં ભાગ લીધા બાદ રાખી સાવંત ફરી એકવાર સમાચારોમાં છે. હવે તે જ્યાં પણ જાય છે, પાપારાઝી તેમની આસપાસ જ ફરે છે. આ સમય દરમિયાન, રાખી મનોરંજન કરવામાં પણ પાછળ નથી. તે હાલમાં પોતાને ફીટ રાખવા માટે સખત મહેનત કરી રહી છે. તેને મંગળવારે ઝુમ્બા ક્લાસની બહાર જોવામાં આવી હતી.. ફોટોગ્રાફરોને જોતાં જ રાખી કહે છે,'તમે લોકો કેવી રીતે શોધી કાઢો છો, મારો ડ્રાયવર ખબરી છે કે ?' પછી એક માણસ આવે છે અને તેમની સાથે ફોટો લેવા આગળ વધે છે પરંતુ રાખી ના પાડી દે છે.

રાખી એ વ્યક્તિને કહે છે, 'ના ભાઈ, તમે માસ્ક લગાવો. તમારા લોકોના કારણે આ આખું મુંબઈ બંધ થઈ ગયું છે. તમે લોકો માસ્ક પહેરતા નથી. તે ખોટી વસ્તુ છે. '

રાખી આગળ કહે છે કે તે ઝુમ્બા ક્લાસ માટે આવી હતી પણ તે પણ બંધ થઈ ગયા છે. તેનું કહેવું છે કે તે ટૂંક સમયમાં કથક અને બેલે ડાન્સ શીખશે. રાખી કહે છે કે તે તેના ડાન્સથી આખી બિલ્ડિંગને હચમચાવી નાખશે.

કોરોનાને જોતા મહારાષ્ટ્રમાં ખૂબ કડક પગલા લેવામાં આવી રહ્યા છે. 30 એપ્રિલ સુધી વીકેંડ લોકડાઉન રહેશે. તાજેતરમાં જ કેટરિના કૈફ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, આલિયા ભટ્ટ અને અન્ય સ્ટાર્સ કોરોનાથી સંક્રમિત થયા છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application