બાળપણથી લઈને યુવાની સુધીના ફોટા શેર કર્યા રાખી સાવંતે, જુઓ ફોટો

  • March 16, 2021 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાખી સાવંત તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. ચેલેન્જર તરીકે બિગ બોસના ઘરે પ્રવેશ લેનારી રાખીએ તેના મનોરંજનથી બધાને હસાવ્યા અને પ્રશંસકોનું દિલ જીતવામાં સફળ રહી. રાખી સાવંત 24 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે અને બે દાયકાથી વધુ સમયમાં, રાખીએ પોતાની જાતે જ પોતાનું સ્થાન બનાવ્યું છે. રાખીએ બાળપણથી લઈને યુવાની સુધીની સફરને કેટલીક તસવીરો સાથે શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરતા રાખીએ લખ્યું કે બાળપણથી આજ સુધીની સફર..હુ ખુબ ખુશ છું. મેં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. મારા બાળપણના ફોટો પર તમારો અભિપ્રાય આપો. રાખીના આ ફોટોઝને ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો દ્વારા તેના જીવનમાં ઉતાર-ચઢાવણી વાર્તા જણાવી હતી.


અભિનેત્રી ભલે ઈન્ડસ્ટ્રીમાં રાખી સાવંત તરીકે જાણીતી છે, તેમનું અસલી નામ નીરુ ભેદા છે. નીરુએ જ્યારે બોલિવૂડમાં પગ મૂક્યો ત્યારે તેણે પોતાનું નામ રાખી સાવંત રાખ્યું. રાખીનું બાળપણ ઘણી મુશ્કેલીઓમાં પસાર થયું હતું. રાખી મુંબઇમાં એક નાનકડી ચાલમાં પરિવાર સાથે રહેતી હતી. ઘરે ઘણાં પ્રતિબંધ હોવા છતાં, રાખી બોલિવૂડ અને અભિનયમાં કરિયર બનાવવા માટે સંકલ્પબદ્ધ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS