ચાર વર્ષ પૂર્વેની રાજુ ટેભાણી હત્યા કેસમાં સાળા-બનેવીને આજીવન કેદ તથા રૂપીયા પાંચ હજારનો દંડ ફટકારાયો

  • March 25, 2021 09:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજુ ટેભાણી ઉપર તલવાર વડે કરાયેલા હુમલામાં તેનું મોત થયુ હતું 

 

આજથી ચાર વર્ષ પૂર્વે 2017માં રાજુ ટેભાણીને અગાઉની બોલાચાલીની દાઝ રાખી બે શખ્સોએ સાળો-બનેવીએ તલવારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેને ગંભીર હાલતે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયેલ જયા સારવાર દરમ્યાન તેમનુ મોત થતા બનાવ હત્યામાં ફેરવાયો હતો.આ અંગેની ફરિયાદ ઈજાગ્રસ્ત રાજુ ટેભાણીએ નોંધાવતા પોલીસે બંન્ને શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ બનાવ અંગેનો કેસ ભાવનગરના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્જ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા સરકારી વકિલની દલીલો પુરાવા ગ્રાહ્ય રાખી બંન્ને શખ્સોને કસુરવાર ઠેરવ્યા હતા અને બન્ને આજીવન કેદની સજા અને રોકડા રૂપીયા પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

 

 

ફરિયાદી રાજુ ટેભાણી કોળી (ઉ.વ.34, રે. વાલ્કેટગેટ, બજરંગ અખાડા પાસે, ક.પરા. ભાવનગર) તથા તેનો મિત્ર હિરેન ઉર્ફે વાઘો બંન્ને જણા ગત તા.11/4/2017 ના રોજ રાતના 8:30 વાગ્યાના સુમારે આરોપી જયેશ રાઠોડ કોળી (ઉ.વ.26, રે. રૂઆબ સોડા પાસે, પ્લોટ નં-33,બી., ખેડુતવાસ ભાવનગર)ના આરોપી નંબર એકના ઘરે આરોપી જયેશના પિતા સાથે ઝગડો કરેલ હોય તેની દાઝ રાખી ફરિયાદી રાજુ ટેભાણી તથા સાહેદ રાતના 9:30 વાગે ખારમાં પાટા પાસે, કાળકામાંના મંદિર પાસે જતા તે વેળાએ આરોપી જયેશ રાઠોડ અને આરોપી કિશોર ઉર્ફે બાબુ વાલજીભાઈ મકવાણા (ઉ.વ.28, રે. રૂઆબ સોડા પાસે પ્લોટ નં-33, બી. ખેડુતવાસ) બંન્ને આરોપીઓએ તલવાર સાથે આવી ફરિયાદી રાજુને ગાળો આપી, ઉશ્કેરાઈ જઈ જમણા હાથે કોણીમાં તથા જમણા પગના સાથળમાં તથા પાનીમાં તલવારના ઘા મારી ગંભીર ઈજાઓ કરી તથા મુંઢ મારમારી બંન્ને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી નાસી છુટયા હતા. જયારે ગંભીર રીતે ઘવાયેલ રાજુ ટેભાણીને જે તે સમયે સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયેલ જયા સારવાર દરમ્યાન ગત તા.12/11/17 ના રોજ રાજુ ટેભાણીનું મોત નિપજયું હતુ.

 

 

આ બનાવ અંગે ઈજાગ્રસ્ત રાજુ ટેભાણીએ જે તે સમયે ગંગાજળીયા પોલીસ મથકમાં ઉકત આરોપી જયેશ રાઠોડ અને કિશોર ઉર્ફે બાબુ મકવાણા સંબંધમા બન્ને સાળો બનેવી થાય છે. તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંન્ને આરોપીઓ સામે ઈપીકો કલમ 302, 326, 325, 323, 504, 114, તથા જી.પી. એકટ 135નો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ  ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકિલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઈ અદાલતે બંન્ને આરોપીઓ જયેશ રાઠોડ અને કિશોર મકવાણાને કસુરવાન ઠેરવ્યા હતા. અને બન્ને શખ્સોને આજીવન કેદની સજા તથા રૂપીયા પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS