રાજકોટ યુવા ભાજપના પ્રમુખપદે વાળા: રાવલ અને ટીલવાને મહામંત્રી બનાવાયા

  • May 29, 2021 07:13 PM 

રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે પૃથ્વીસિંહ વાળાની પસંદગી કરવામાં આવી છે જ્યારે મહામંત્રી તરીકે હિરેન રાવલ અને કિશન ટીલવાની પસંદગી કરવામાં આવી છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ વિનોદભાઈ ચાવડા, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ અને રાજકોટ મહાનગરના પ્રભારી ઝવેરભાઈ ઠકરાર સો રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ આ સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી અને ત્રણેય નામોની જાહેરાત કરવામાં આવી છે.


યુવા ભાજપ ની જૂની ટીમ માં પૃથ્વીસિહ વાળા મહામંત્રી હતા ૬૯-રાજકોટ વિધાનસભા મત વિસ્તારમાં બજરંગવાડીમાં રહેતા અને વર્ષોી ભાજપ સો સંકળાયેલા પૃથ્વીસિંહ વાળાને પ્રમુખપદનું પ્રમોશન આપવામાં આવ્યું છે જ્યારે અગાઉની ટીમમાં કોષાધ્યક્ષ ની જવાબદારી સંભાળતા અને ૬૮ -રાજકોટ વિધાનસભા મતવિસ્તારના હિરેન રાવલને મહામંત્રીની બઢતી આપવામાં આવી છે. કિશન ટીલવા વ્યવસાયે એડવોકેટ છે અને યુવા ભાજપની ગત ટીમમાં તે મંત્રી હતા તેને પણ પ્રમોશન આપીને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ૨૦૨૨માં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ પ્રત્યેની પ્રતિબદ્ધતા,ભૌગોલિક સમીકરણો જ્ઞાતિ-જાતિ સહિતની બાબતોને ધ્યાનમાં રાખી આ નિમણૂક ઇ હોવાનું જણાઈ રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS