રાજકોટ : સ્માશનમાં યુવાને વિચિત્ર રીતે ફાંસો ખાધો, સુરાપુરાની ડેરીના ઓટામાં જાળી સાથે કપડુ બાંધી ફાંસો લગાવ્યો

  • July 12, 2021 03:01 PM 

શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા પુનિતનગર પાણીના ટાંકા પાસે વાવડી નજીક અનુસૂચિત સમાજના સ્મશાનમાં સુરાપુરાની ડેરીના ઓટામાં આજરોજ એક યુવાનની ભેદી સંજોગોમાં વિચિત્ર રીતે ગળાફાસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ અહીં આવી પહોંચ્યો હતો અને યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. યુવાનની ઓળખ મેળવવા અને આપઘાતનું કારણ જાણવા પોલીસ તપાસ ચલાવી રહી છે.

 

જાણવા મળતી વિગતો મુજબ,પુનિતનગર પાણીના ટાંકાથી આગળ વાવડીમાં ગૌતમ બુધ્ધનગર પાસે આવેલા અનુસુચિત સમાજના સ્મશાનમાં આવેલી સુરાપુરાની ડેરીના ઓટામાં જાળી સાથે કપડુ બાંધી વિચીત્ર રીતે ગળાફાંસો ખાધેલી હાલતમાં એક યુવાનની લાશ પડી હોવાની અહીં સવારના સુમારે આવેલી વ્યક્તિએ ૧૦૮ને જાણ કરી હતી.જેથી પાઇલોટ ગોપાલભાઇ ભરવાડ અને ઇએમટી યશભાઇ વાડોલીયા પહોંચી ગયા હતાં. ઇએમટીની તપાસમાં યુવાનનું મૃત્યુ થયાનું જણાતાં તેણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.

 

તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ એન.કે.રાજપુરોહિત હેડકોન્સ. પ્રવિણભાઇ જીલરીયા સહિતના સ્ટાફ અહીં આવી પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.યુવાનને વિચિત્ર રીતે ફાંસો ખાધો હોઈ પોલીસ પણ એક તબક્કે વિચારમાં પડી ગઈ હતી.બાદમાં યુવાનના મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પ્રાથમિક રિપોર્ટ મુજબ યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.

 

યુવાન પાસેથી ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્તુ મળી આવી ન હોઈ તેની ઓળખ મેળવવા અને તેણે ક્યાં સંજોગોમાં આ પગલું ભરી લીધું તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS