રાજકોટ : જોખમી રીલ્સ બનાવી ફેમસ થવાની ઘેલછા, વધુ એક છાકટા યુવાનના વિડીયોએ ખોલી નીંભર તંત્રની પોલ

  • November 05, 2023 07:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

નંબર પ્લેટ વગરની ઓડી, થાર અને બુલેટમાં જાહેરમાં રખડતા આ યુવકે લોકોના જીવ જોખમમાં મુક્યા છે, એક તો રીલ્સ બનાવવાની ઘેલછા સાથે, પોલીસ કે તંત્રના ડર વગર નિયમો પણ તોડી રહ્યો છે આ યુવક, શું પોલીસને નહીં દેખાતી હોય આની ગાડી ?, રિલ્સનું એટલું વડગાણ છે કે આ યુવકને, કે રાજકોટના જાહેર રસ્તા પર, નંબર પ્લેટ વગરની બુલેટ લઈ, યુવતી સાથે અડપલા કરતો નજરે પડે છે... હજુ થોડા દિવસો પહેલા જ સોશિયલ મીડિયા પર ફેમસ થવા સ્ટંટબાજી કરતા લોકો પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક પગલા લેવાનું સુચન આપ્યું છે. છતાં યુવકોને જાણે કે જીવ કરતા રીલ્સ વધુ વ્હાલી હોય તેમ ગમે તે જોખમ ખેડવા તૈયાર થઈ રહ્યાં છે. સવાલ એ થાય છે ક્યાં સુધી આવા નબીરાઓ સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકાશે...પોલીસ પેટ્રોલિંગના દાવા તો કરે છે પરંતુ આવા નબીરાઓને રોકવામાં તંત્ર કેમ નિષ્ફળ છે ?... ક્યાં સુધી આવી  રીતે નિયમતોડ સ્ટંટ થતા રહેશે ?..... આવા લોકો પોતાના શોખ માટે બીજાનો જીવ લેશે, ત્યારબાદ તંત્રની આંખ ખુલશે ? કે પછી રિલ્સના નશામાં નવું તથ્યકાંડ થાય ત્યાં સુધી આવા આવા છેલબટાઉ રાજકોટના જાહેર રસ્તાઓ પર પોતાની ઐયાશી દેખાડતા રહેશે ?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application