રાજકોટ : સ્વામિનારાયણ મુખ્ય મંદિરે ત્રીદીનાત્મક સત્સંગ, પોથીયાત્રા, અન્નકૂટ સહિતના કાર્યક્રમો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ માં પરમ આસ્થા અને શ્રધ્ધાસમાં બાલાજી હનુમાનજી મંદિર (ભુપેન્દ્ર રોડ) માં બિરાજમાન બાલ સ્વરૂપ કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શનાથે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.

 

હજારો લોકોની આસ્થાના ધામસમા બાલાજી હનુમાનજી મંદિર દ્વારા આગામી તા.૬ થી ૮ માર્ચ સુધી હનુમાન ચરિત્ર ત્રિદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન સ્વામિનારાયણ મુખ્યમંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટ ખાતે રાત્રે ૮.૩૦ થી ૧૧.૩૦ સુધી કરવામાં આવેલ છે.     

 

સત્સંગ જ્ઞાનયજ્ઞના આયોજન માં તા.૬ ના શુક્રવારે સાંજે ૪.૪૫ કલાકે ધ્વજા મહોત્સવ તથા બાલાજી મંદિર થી સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) સુધીની સાંજે ૫.૪૫ કલાકે પોથીયાત્રા નીકળશે, તા.૮મી ના રવિવારે બપોરે ૧૧.૩૦ થી રાત્રીના ૮.૩૦ સુધી અન્નકૂટ દર્શન તથા બપોરે ૧૨.૧૫અને સાંજે ૭ વાગ્યે દાદાની આરતી થશે.

 

હનુમાનજી ચરીત્ર ત્રિદીનાત્મક સતસંગ જ્ઞાનયજ્ઞ ના વક્તા તરીકે સુપ્રસિધ્ધ વક્તા પૂજય જીજ્ઞેશ દાદા (રાધે રાધે) પધારીને શોર્તાઓને ભાવવિભોર કરશે .બાલાજી હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર દાસજી સ્વામીએ જણાવેલ છે કે ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ તા.૬ થી ૮ સુધી યોજાયેલ ત્રિદીનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞ માં હજારો લોકો ઉમટી પડશે ,જ્ઞાનયજ્ઞ માં શ્રી જીજ્ઞેશ દાદા (રાધે રાધે ) હનુમાનજી મહારાજના કથા પ્રસંગે  તથા તેના રહસ્યો વિશેની જાણકારી આપશે.
    
    
    

સ્વામિનારાયણ મુખ્ય મંદિર ( ભુપેન્દ્ર રોડ ) ના કોઠારી સ્વામી શાસ્ત્રી શ્રી રાધારામણદાસજી સ્વામી તથા બાલાજી હનુમાનજી મંદિરના મહંત વિવેકસાગરદાસજી સ્વામી , કોઠારી મુનિવત્સલસ્વામી  વગેરે હનુમાન ચરિત્ર ત્રિદીનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS