જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમાં બિલ્ડર સહિત 7 આરોપીઓના જામીન રદ કરતી રાજકોટની ખાસ કોર્ટ

  • June 03, 2021 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સૌ પ્રથમ નોંધાયેલા ગુજસીટોક કેસમાં કુખ્યાત જમીન માફીયા જયેશ પટેલ સહિત 14 શખ્સો સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો, આ પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં 12 આોરીપીઓને ઝડપી લઇ જુદી જુદી જેલમાં મોકલી આપ્યા હતા, દરમ્‌યાન આ આરોપીઓમાંથી સાત શખ્સોએ તેમના વકીલ દ્વારા અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી જેમાં અલગ અલગ છ સેશન દરમ્યાન આરોપીઓના વકીલ દ્વારા દલીલો અને રજુઆતો કરવામાં આવી હતી, જામીન અરજીનો ફેંસલો અદાલતે પેન્ડીંગ રાખ્યો હતો. જેમાં આજે બિલ્ડર સહિત 7 આરોપીઓના જામીન રદ કરવામાં આવ્યા છે.

 

જામનગરમાં ગત 15 ઓકટોબર-2020ના રોજ એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીએ કુખ્યાત જમીન માફીયા જયેશ પટેલ, બિલ્ડર, જાણીતા ધારાશાસ્ત્રી, શેર બ્રોકર, પૂર્વ નગરસેવક, નિવૃત પોલીસમેન સહિતના 14 શખ્સો સામે ગુજસીટોકનો સૌ પ્રથમ ગુન્હો નોંઘ્યો હતો, આ સંદર્ભમાં પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી હતી અને આ તમામ શખ્સોને અદાલતના આદેશથી અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

 

દરમ્યાન આ કેસમાં તપાસનીય અધિકારી સીટી ડીવાયએસપી નિતેશ પાંડેએ ગત એપ્રીલ માસમાં આરોપીઓ વિરુઘ્ધ 3000 પાનાનું ચાર્જસીટ કોર્ટમાં રજુ કર્યુ હતું, ત્યારબાદ બિલ્ડર નિલેશ ટોલીયા, ધારાશાસ્ત્રી વી.એલ. માનસત્તા, નિવૃત પોલીસમેન વશરામ મિયાત્રા, શેરના ધંધાર્થી પ્રફુલ પટેલ, પ્રવિણ ચોવટીયા, બિલ્ડર મુકેશ અભંગી નામના સાત આરોપીઓએ રાજકોટની ખાસ અદાલતમાં  રેગ્યુલર જામીન અરજી કરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS