સાધુ વાસવાણી રોડ પર મિત્રના ઝઘડામાં યુવાનને માથામાં તલવાર ઝીંકી, યુવતીને મેસેજ કરવા મુદ્દે બોલાચાલી બાદ સમાધાન માટે ભેગા થયા હતા

  • September 15, 2021 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના સાધુવાસવાણી રોડ પર મિત્રના ઝઘડામાં સમાધાન માટે ગયેલા યુવાનને માથામાં તલવારનો ઘા ઝીંકી દેવાતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ, શહરેમાં રૈયા રોડ પર મામા સાહેબના મંદિર નજીક સરસ્વતિ સોસાયટીમાં રહેતાં અને ઓફિસ બોય તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવનાર નિખીલ નટુભાઇ સરવૈયા (ઉ.વ.૧૯) નામના વાલ્મિકી યુવાન રાત્રીના સાધુ વાસવાણી રોડ ગોપાલ ચોક નજીક ડિલકસ પાન પાસે હતો ત્યારે રાજુલાથી આવેલા અજય નામના શખસે માથામાં તલવાર મારી દેતાં તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

 

 

હોસ્પિટલ બિછાનેથી નિખીલે જણાવ્યા મુજબ, મારા મિત્ર પારસને રાજુલાની એક યુવતી સાથે અગાઉ વાતચીતના સંબંધ હોઇ એક બીજાને મેસેજ કરતાં હતાં. પરમ દિવસે મારા મિત્રથી ભુલથીએ યુવતી મેસેજ થઇ જતાં અજય નામના શખસે ફોન કરી ઝઘડો કર્યો હતો. ગઇકાલે અજય અને પારસ સમાધાન કરવા ભેગા થયા હોઇ અજય રાજુલાથી રાજકોટ આવ્યો હતો. પોતે પણ સમાધાનમાં સાથે રહ્યો હોઇ બોલાચાલી થતાં તેને તલવાર ઝીંકી દીધી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS