રાજકોટ :લહેરીલાલાઓની ખેર નથી, જાહેરમાં થુંકતા અને કોગળા કરનાર પર કમિશ્નર રાખી રહ્યા છે વોચ, 4ને ફટકાર્યો દંડ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસને લઈ લોકોમાં જાગૃતી લાવવા તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેવામાં રાજકોટમાં જાહેરમાં થુંકતા અને જાહેરમાં કોગળા કરતાં લોકો વિરુદ્ધ તંત્રએ કમરકસી લીધી છે. રસ્તા પર થુંકવા અને ગંદકી કરવા પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેવામાં આ નિયમનો ભંગ કરતાં રાજકોટના લહેરીલાલાઓને ઝડપી પાડી આરએમસીના અધિકારીઓ દ્વારા દંડ વસુલવામાં આવ્યો હતો. 

 


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થુંકતા-કોગળા કરતાં લોકોને દંડ કરવાની ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જેમાં આજરોજ જાહેરમાં થુંકતા-કોગળા કરતા કુલ ૪ વ્યક્તિઓને રૂ. ૫૦૦નો દંડ કરવામાં આવ્યો હતો. આ ચાર પૈકી એક વ્યક્તિને મ્યુનિ. કમિશનરએ પોતાની ચેમ્બરમાં સીસીટીવીમાં લાઈવ થુંકતા જોયા બાદ બાદ મનપાની ટીમને સ્થળ પર રૂબરૂ મોકલી આ વ્યક્તિને રૂ. ૫૦૦નો દંડ ફટકાર્યો હતો.  આ વ્યક્તિ સિવાય શહેરમાં અન્ય 3ને પણ આ રીતે દંડ કરવામાં આવ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS