આર કે ગ્રૂપની ગોલ્ડન રેડ માં ખોબલા ખોબલા ભરીને ગોલ્ડ જવેલરી ઓ નીકળી

  • September 14, 2021 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ચર્ચાસ્પદ બનેલ ગોલ્ડન રેડની કામગીરી આજે આગળ ધપી છે જેમાં ઈન્કમટેક્સ વિભાગે આરકે ગ્રુપ ના કરેલા 25 લોકરો ખોલવાની પ્રક્રિયા હાથ ધરી છે. ઇન્વેસ્ટિગેશન વિંગ ની ત્રણ ટીમ આરકે ગ્રુપ નું એસ બી આઈ,કો-ઓપરેટિવ બેંક સહિત 3 બેંકોમાં રહેલા લોકરો ખુલ્યા હતા જેમાંથી વ્યાપક પણે ગોલ્ડ જ્વેલરી ઇન્કમટેક્સ વિભાગના સાથે આવી છે જેના વેલ્યુએશનમાં ટિમ લાગી ગઈ છે.

 

તાજેતરમાં 40 સ્થળોએ હાથ ધરાયેલા દરોડા ઓપરેશન દરમ્યાન ઈન્કમટેકસે 6.40 કરોડની રકમ જપ્ત કરી જ હતી. તેમાં વધુ ઉમેરો થયો છે. આવકવેરા દ્વારા 25 જેટલા બેંક લોકરો સીલ કરવામાં આવ્યા હતા અને તેમાંથી રોકડ ઝવેરાત તથા બિન હીસાબી વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો મળી આવવાની આવકવેરા વિભાગને આશંકા હતી.

 

આવકવેરા વિભાગનાં સુત્રોએ અગાઉ જ એવોનિર્દેશ આપ્યો હતો કે દરોડા ઓપરેશન દરમ્યાન સીલ કરવામાં આવેલા 25 બેંક લોકરો વારાફરતી ખોલવામાં આવશે અને તેમાં શંકાસ્પદ દસ્તાવેજોમાંથી માંડીને બિનહીસાબી નાણાં કે ઝવેરાત હોઈ શકે છે.

 

ચાર દિવસ કરતા વધુ સમય સુધી ચાલેલી દરોડા કાર્યવાહી દરમ્યાન કુલ 6.40 કરોડની રોકડ, 1.80 કરોડના દાગીના ઉપરાંત થોકબંધ દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા. પ્રાથમીક તપાસમાં 300 કરોડથી અધિકની કરચોરીની આશંકા જાહેર કરવામાં આવી હતી. 350 કરોડના રોકડ વ્યવહારોનો ખુલાસો કરવામાં આવ્યો હતો.એક કિસ્સામાં તો 154 કરોડની જમીન ખરીદીમાં 144 કરોડના રોકડ વ્યવહારો થયા હતા તેનાથી અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તેમાં ઝીણવટભરી ઉંડી તપાસ થવાના નિર્દેશ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS