રૈયા રોડ પર ઘોડાપુર જેવી સ્થિતિ, એક પછી એક કાર લાગી તણાવા, લોકોના જીવ અદ્ધર

  • September 13, 2021 02:51 PM 

રાજકોટ શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિના કારણે અનેક સ્થળે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાવા પામી છે આગામી બે દિવસ સુધી હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રવિવાર રાતથી શરુ થયેલા વરસાદના કારણે રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો જોવા મળ્યા હતા. 

 

પાણીના પ્રવાહમાં કાર એક પછી એક તણાવા લાગી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં કારમાંથી લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને હજુ તો તે કારમાંથી લોકોને માંડ માંડ બચાવવામાં આવે છે ત્યાં અન્ય કાર પાણીમાં તણાવા લાગે છે. આ દ્રશ્યોથી સ્થાનિકોના જીવ અદ્ધર  થઈ ગયા હતા. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS