રાજકોટના આરકે ગ્રુપમાંથી 350 કરોડના બિનહિસાબી વ્યવહારોનો ઘટસ્ફોટ, વાંચો ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલી વિગતો

  • August 27, 2021 10:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ટોચના બિલ્ડર આર.કે ગ્રુપ પર આવકવેરા વિભાગ ના સર્ચ ઓપરેશન દરમિયાન સ્થાવર મિલકત અને વિવિધ પ્રોજેક્ટમાં 350 કરોડ ના બિન હિસાબી વ્યવહારો આવકવેરા વિભાગના હાથમાં લાગ્યા છે. આ ઉપરાંત 6.40 કરોડ ની રોકડ, 2 કરોડની જવેલરી, ચાર કરોડની પ્રોમિસરી નોટ જપ્ત કરવામાં આવી છે અને આ ગ્રુપ દ્વારા જમીન ખરીદીમાં 154 કરોડના વ્યવહાર મળી આવ્યા છે જેમાં 144 કરોડ રોકડ માં ચૂકવ્યાનો ઘટસ્ફોટ થયો છે.

 

સર્ચ ઓપરેશન દરમિયાન ૨૫ લોકરો કરો મળી આવ્યા છે જેને સીલ કરવામાં આવ્યા છે. અલગ-અલગ આકારાણી વર્ષોમાં 300  કરોડના બિનહિસાબી દસ્તાવેજો મળ્યા છે.જેની તપાસ હજુ ચાલુ છે. અગ્રણી બિલ્ડર અને તેની સાથે સંબંધિત ભાગીદારો મળી 40 થી વધુ જગ્યા એ 4 દિવસ થી તપાસ ચાલી રહી હતી. હજુ આ કરચોરીની રકમનો આંકડો વધી શકે તેવી સંભાવના આવકવેરા વિભાગએ વ્યક્ત કરી છે.

 

મહત્વનું છે કે આવકવેરા ડિપાર્ટમેન્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં સર્ચ દરોડાની કાર્યવાહી અંગે ઓફિસીયલી પ્રેસ રિલીઝ કરી હોય તેવું પણ સંભવિત પ્રથમ વખત બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ને આ સર્ચ દરોડાની કાર્યવાહી જેકપોટ રૂપી આવક થાય તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS