રાજકોટ : ક્વૉરન્ટાઇન થયેલી મહિલાએ ઘરની બહાર લગાવેલું એલર્ટ પોસ્ટર ફાડી નાખ્યું, CCTVમાં દ્રશ્યો કેદ

  • October 28, 2020 02:04 AM 
  • રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરમાં ક્વૉરન્ટાઇન થયેલી એક મહિલાએ પોતાના ઘરની બહાર લગાવેલું એલર્ટ પોસ્ટર ફાડી નાખ્યું, CCTVમાં દ્રશ્યો કેદ
  • રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ભારતીનગરમાં ક્વૉરન્ટાઇન થયેલી એક મહિલાએ પોતાના ઘરની બહાર લગાવેલું એલર્ટ પોસ્ટર ફાડી નાખ્યું હતું. આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. આ વિસ્તારના લોકોએ આ મામલે પોલીસને જાણ કરતા અભયમની ટીમ દોડી આવી હતી. લોકોમાં કોરોના વાયરસ મામલે જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે ઘરની બહાર પોસ્ટર કેવું લાગે, લોકો શું વાતો કરે? તેવો મનમાં વિચાર કરીને મહિલાએ પોસ્ટર ફાડી નાખ્યું હતું. જોકે, વિસ્તારના લોકોની ફરિયાદ બાદ પોલીસ ઘરે પહોંચી હતી અને મહિલાને સમજાવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS