રાજકોટ : પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી દ્વારા કોરોનાની આફતને અવસરમાં બદલવાની કળા શીખવતી ત્રિ-દિવસીય દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિનો આજથી શુભારંભ

  • May 29, 2021 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાઇરસના વિપત્તિકાળમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દર્દીઓ માટે દવા, ઓક્સીજન કોન્સન્ટ્રેટર અને ફૂડ પેકેટની વ્યવસ્થા જેવી અનેકવિધ સમાજસેવાની પ્રવૃતિઓ અનેક સેન્ટરોમાં  ચાલી રહેલી છે. આવામાં શારીરિક, આર્થિક અને પારિવારિક કટોકટીના સમયે લોકો હિંમત હારીને નાસીપાસ ન થાય, સકારાત્મક અભિગમ, સંપ અને ભગવાનમાં શ્રદ્ધા સાથે આવા સંકટ સમયને સુખેથી પસાર કરી શકે તે માટે સમસ્ત રાજકોટ શહેરની પ્રજા માટે ખાસ આયોજિત, આફતને અવસરમાં બદલવાની અનોખી કળા શીખવતી દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ, રાજકોટના આદરણીય અને અતિપ્રિય વક્તા સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીની રસપ્રદ અને ચોટદાર શૈલી સાથે આજથી શરુ થઈ છે. આ પ્રસ્તુતિનો લાભ તારીખ ૩૧ મે અને સોમવાર સુધી રોજ રાત્રે ૯.૩૦ થી ૧૦.૧૦ સુધી લઈ શકાશે. આ ત્રિ-દિવસીય પ્રવચનનો લાભ દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી, ખૂબ સુંદર પ્રસ્તુતિ સાથે યોજાશે. 

 

રાજકોટ શહેરના સર્વે શૈક્ષણિક-સામાજિક-ઔદ્યોગિક-વેપારી સંગઠનો, દરેક જ્ઞાતિ સમાજ, રાજકીય કાર્યકરો, તમામ પ્રિન્ટ અને સોફ્ટ મીડિયાના સંચાલકો તથા પ્રતિષ્ઠિત નગરજનો દ્વારા આયોજિત આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ http://gg.gg/sankat_samayni_sanjivni લીંક પરથી માણવા મળશે. મનુષ્યમાત્રની સમસ્યાનું સમાધાન આપનાર આ કાર્યક્રમનો લાભ પરીવાર સાથે ઘર બેઠા લઈ શકાશે. 

 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS