રાજકોટ પોલીસ દ્રારા વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં ૫૦૦ રાશન કિટ મોકલાઈ

  • May 21, 2021 06:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાકતે વાવઝોડાને કારણે જે વિસ્તારમાં ખુબજ નુકશાન થયેલ છે તેઓને આ કુદરતી આફત સમયે શાંતવના પાઠવી રાજકોટ પોલીસ કોઇપણ પરીસ્થીતીમા તેઓની સાથેજ છે તે સંદેશો મળી રહે તે માટે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમા લોકોને રાશનકીટ સહાય કરવા રાજકોટ શહેર તાલીમાર્થી પોલીસ જવાનોના શ્રમદાનથી કુલ ૫૦૦ રાશન કીટ તૈયાર કરી અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરી છે.

 

 

કુદરતી આફત સમયે કોઇ જાનમાલને નુશાન ન થાય તે માટે સરકાર દ્રારા તમામ પ્રયાસો હાથ ધરવામા આવેલ તાકતે વાવાઝોડા જેવી કુદરતી આફત સામે ગુજરાતની જનતાએ દ્રઢ મનોબળ સાથે સામનો કરેલ અને વાવાઝોડાના કારણે ઘણા વિસ્તારમા લોકોના રહેણાંક મકાનો તથા ખેતી વાડીમાં નુકશાની કરેલ જેના કારણે ઘણા લોકો ઘરવીહોણા થયેલ.કોઇ પણ કુદરતી આફત સમયે ભારતના નાગરીકો દ્રઢ મનોબળ સાથે તેનો સામનો કરતા રહેલ છે અને આવા સમયે લોકો એકબીજાનો સહારો થતા હોય છે અને માનવતાના ઉમદા ઉદાહરણ સમગ્ર વિશ્વને પુ પાડતા રહેલ છે આવા સમયે લોકો એક થઇ અસરગ્રસ્ત વિસ્તારના લોકોની સહાય કરવા આગળ આવેલ છે.

 

 

અસરગ્રસ્ત વિસ્તારમા દશ દિવસ ચાલે તેટલી રાશન કીટ સહાય કરવા આગળ આવેલ જેમાં વાવાઝોડા અસરગ્રસ્ત વીસ્તારમા જેઓને ખુબજ નુકશાન થયેલ છે તેઓને આ કુદરતી આફત સમયે શાંતવના પાઠવી પોલીસ ડીપાર્ટમેન્ટ કોઇપણ પરીસ્થીતીમા તેઓની સાથેજ છે તે સંદેશો મળી રહે તે માટે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમા લોકોને રાશનકીટ સહાય કરવા રાજકોટ શહેર તાલીમાર્થી પોલીસ જવાનોના શ્રમદાનથી કુલ ૫૦૦ રાશન કીટ તૈયાર કરાવવામા આવેલ જેમા રાજકોટ શહેર પોલીસ દ્રારા સેવા ભારથી અને.જી.ઓ. સાથે સંકલન કરી રાશનકીટ વીતરણ માટે સહયોગ મેળવી ગરીબ વર્ગને દશ દિવસ જેટલો સમય ચાલે તેટલી ૫૦૦ રાશન કીટ બનાવી વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમા વીતરણ અર્થે મોકલી આપવામા આવેલ છે.પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ , સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમ , ઝોન–૧, નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા,ઝોન–૨,નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા , મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયા , ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વી.કે.ગઢવી દ્રારા રાજકોટ શહેર પોલીસ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સહાય કરી માનવતાનુ ઉમદા ઉદાહરણ પુ પાડું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS