રાજકોટમાં ૪૫થી વધુ વર્ષની વયના ૧.૫૪ લાખ લોકોએ હજુ રસી નથી લીધી

  • June 02, 2021 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં ૪૫ કે તેથી વધુ વર્ષની વયના ૩.૯૦લાખમાથી ૨.૩૬ લાખ નું રસીકરણ થયું છે અને અત્યાર સુધીમાં ૬૨ ટકા કામગીરી થઇ છે તેવો અહેવાલ આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સાથેની વિડીયો કોન્ફરન્સમાં રજૂ કરાયો હતો આરોગ્ય અગ્ર સચિવે બાકી રહેતા ૧.૫૪ લાખ લોકોનું ઝડપભેર રસીકરણ થાય તે માટે આયોજન ઘડી કાઢવા ની સૂચના રાજકોટ જિલ્લા કલેકટર રમ્યા મોહન ને આપી છે.

 

 

આરોગ્ય અગ્ર સચિવની આ સૂચના પછી આવતીકાલે બપોરે ૦૪:૩૦ વાગ્યે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશિયા જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ ડેપ્યુટી કલેકટરો મામલતદારો તાલુકા હેલ્થ ઓફિસર વગેરે સાથે વીડિયો કોન્ફરન્સથી મીટીંગ યોજશે અને ૪૫થી વધુ વર્ષની વયના બાકી રહી ગયેલા લોકોના રસીકરણ માટે ખાસ અભિયાન હાથ ધરવાની સૂચના આપશે.

 


આ બાબતે અધિક કલેકટર પરિમલ પંડાએ જણાવ્યું હતું કે એટીવીટીના કલસ્ટર હેડ ને આ માટે જર પડે ગામડાઓમાં જઇને ૪૫થી વધુ વયના લોકોને સમજાવવાનો પ્રયાસ કરવાનું કહેવાશે આ બાબતમાં જર પડશે તો સાધુ સંતો ધર્મગુઓની પણ સહાય લેવામાં આવશે.

 


વિદેશ અભ્યાસ માટે જતાં વિધાર્થીઓ માટે વેકિસનેશનની ખાસ વ્યવસ્થા


જે વિધાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે જવા માગતા હોય તેમના માટે કોરોના વેકિસનેશન ની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ રાજકોટ જિલ્લા કલેકટર રમયા મોહને જણાવ્યું છે. કલેકટરના જણાવ્યા મુજબ આવા વિધાર્થીઓએ પોતાના પાસપોર્ટ ની ઝેરોક્ષ મોકલ અને વિદેશની કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હોય એના આધાર પુરાવા સાથે જિલ્લા કક્ષાએ ડેપ્યુટી કલેકટર સમક્ષ અને મહાનગરપાલિકા વિસ્તારમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ અરજી કરવાની રહેશે અરજીની ચકાસણી કર્યા બાદ વિધાર્થીને વેકિસનેશન માટે બોલાવવામાં આવશે અને આવા વિધાર્થીને રસી અપાયા બાદ તે અંગેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS