રાજકોટ : આજકાલ દ્વારા પાન માવાના કાળા કારોબારનો પર્દાફાશ

  • March 25, 2020 04:31 PM 946 views

આજકાલ દ્વારા પાન માવાના કાળા કારોબારનો પર્દાફાશ, ભૂલકાઓ દ્વારા સાઈકલ પર પાન માવાની કઈ રીતે થાય છે સપ્લાઈ, જુઓ અમારા આ અહેવાલમાં

એક તરફ વિશ્વ ભરમાં મહામારી એવા કોરોના વાયરસ નો હાહાકાર છે ત્યારે આ વાયરસ ને ફેલાતો અટકાવા માટે દેશમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત અને એમાય સૌરાષ્ટ્ર માં પાનફાકી નાં રસિયા બોવ છે ત્યારે આ ફાકી ખાવા વાળા ને લોક ડાઉન થતા ફાકી નથી મળી રહી જોકે ફાકી વેચતા દુકાન માલિકોને ખબર જ છેકે લોકોને ફaકીની તલપ લાગી હશે અને આનોજ ફાયદો દુકાન માલિકો કેવી રીતે લેછે તે જોશો તો તમે પણ ચોકી ઉઠશો. આજકાલ દ્વારા એક સ્ટ્રીંગ કરવામાં આવ્યું હતું જેમાં નાના ભૂલકા કે જે ઘરમાં રહેવાથી સુરક્ષિત છે તે ભુલકાoને આ દુકાન માલિકો સાઈકલ પર મોકલી રહ્યા છે અને તેના હેન્ડલ માં લગભગ ૫૦ થી ૧૦૦ ફાકી નું જબલું ભરી દેવામાં આવે છે અને આ ફાકી તે ૨૦ થી ૩૦ રૂપિયા ની વેચી રહ્યા છે જોકે આ બાdકો ને પૂછવામાં આવ્યું તો તેને સ્પસ્ટ કહ્યું હતું કે તે પોતે આ ફાકી મોચીબજાર માંથી લાવી રહ્યા છે અને તે પોતે આ ફાકી ૧૭ રૂપિયાની લઇ આવે છે તેવું કહ્યું હતું ત્યારે પ્રશ્ન એ થાય છેકે નાના ભૂલકાo ને સુરક્ષિત રાખવાની જગ્યા એ આ બાળકોની પાસે રૂપિયાની લાયમાં કાળો કારોબાર કરaવામાં આવી રહ્યો છે