રાજકોટ : નિરાલી રિસોર્ટની આગની ઘટનામાં દાઝેલા 2 કર્મચારીઓનું મોત અન્ય એકની હાલત ગંભીર

  • August 16, 2021 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત સપ્તાહમાં રાજકોટ ખાતે આવેલા નિરાલી રિસોર્ટના પાછળના ભાગે એક રુમમાં આગ લાગી હતી. આ આગમાં નિરાલી રિસોર્ટમાં કામ કરતાં 8 કર્મચારીઓ દાઝ્યા હતા. આ કર્મચારીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આજે 2ના મોત નીપજ્યા છે. 

 

રાજકોટના નિરાલી રિસોર્ટમાં ગુરુવારે લાગેલી આગમાં દાઝેલા બે કર્મચારીઓનું આજે સારવાર દરમિયાન મોત થયું હતું. શહેરના કાલાવડ રોડ પર આવેલા રિસોર્ટની આ રુમમાં આગ કેવી રીતે લાગી તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. મહત્વનું છે કે અહીંના હજુ ત્રણ શ્રમિકો સારવાર હેઠળ છે જેમાંથી પણ એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS